વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં થવાની છે. ત્યારે સુરતના દરિયા કાંઠે પણ ભારે અસર સર્જાશે. આ ડીપ ડિપ્રેશન સુરતથી 710 કિલોમીટર છે. જે આવતીકાલ સુધી ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે. ત્યારે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. 

- Advertisement -

દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ડિપ્રેશન તરીકે છે. 24 કલાકમાં વાવાઝોડું વધુ પાવરફુલ થઈ શકે છે. 2 જૂનના રોજ સવારે વાવાઝોડું ઉત્તર દિશા તરફ જશે. જેમાં દમણ અને દક્ષિણ ગુજરાતમાં 3 જૂનના રોજ સાંજ અથવા રાત્રે અસર બતાવશે. દક્ષિણ ગુજરાતના બંદરો પર DC 1 સિગ્નલ  મૂકી દેવાયું છે. તો સાથે જ સુરત જિલ્લામાં 32 ગામોને એલર્ટ કરાયા છે. જરૂર જણાશે તો સ્થળાંતર કરવામાં આવશે તેવું સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. 

સંભવિત વાવાઝોડાને લઈને નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ઉમરગામ નવી નગરી વિસ્તાર ખાલી કરાવવા સ્થાનિક તંત્ર પહોંચી ગયું છે. તો બીજી તરફ, સ્થાનિકોએ ઘર ખાલી કરવા ઈન્કાર કર્યો હતો. આવામાં અધિકારીઓએ લોકોને સમજાવ્યા હતા. હાલમાં સમગ્ર વિસ્તાર ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઈ.

આ પણ વાંચો:-  ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ