અમેઝોન (Amazon) જલદી જ ભારતી એરટેલ (Bharti Airtel)માં પાંચ ટકા ભાગીદારી ખરીદી શકે છે

વિશ્વની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) જલદી જ ભારતી એરટેલ (Bharti Airtel)માં પાંચ ટકા ભાગીદારી ખરીદી શકે છે. તેના માટે હાલ વાતચીત શરૂઆતી સ્તર પર થઇ રહી છે. જોકે એરટેલે પોતાની તરફથી કહ્યું છે કે આવું કશું જ નથી. 

- Advertisement -

અમેઝોન ભારતીય ટેલીકોમ કંપનીમાં લગભગ 2 કરોડ ડોલરનું રોકાણ કરશે

સમાચાર એજન્સી રોયટર્સએ સૂત્રોના હવાલેથી જણાવ્યું કે અમેઝોન ભારતીય ટેલીકોમ કંપનીમાં લગભગ 2 કરોડ ડોલરનું રોકાણ કરશે. એરટેલ ત્રીજી સૌથી મોટી કંપની છે, જેની પાસે 30 કરોડથી વધુ ગ્રાહક છે. 

રિલાયન્સ જિયોમા ફેસબુકે 10 ટકા શેર ખરીદ્યા છે

દેશની સૌથી મોટી મોબાઇલ કંપની રિલાયન્સ જિયોમા ફેસબુકે 10 ટકા શેર ખરીદ્યા છે. આ ઉપરાંત કેકેઆર સહિત અન્ય કંપનીઓએ પણ જિયોમાં રોકાણ કર્યું છે. તો બીજી તરફ ગૂગલ પણ વોડાફોન આઇડિયામાં પાંચ ભાગીદારી ખરીદી શકે છે. 

ભારતીય એરટેલ અને અમેઝોનમાં ડીલ બદલી પણ શકે છે

રોયટર્સને ત્રણમાંથી બે સૂત્રોએ જણાવ્યું કે ભારતીય એરટેલ અને અમેઝોનમાં ડીલ બદલી પણ શકે છે અથવા આવું પણ બની શકે છે કે વાતચીતનું કંઇ સમાધાન ન નિકળે. તો બીજી તરફ અમેઝોન પ્રવક્તાએ કહ્યું કે તે કોઇ એવી વાત વિશે જાણકારી ન આપી શકે જે ભવિષ્યમાં થવા જઇ રહી છે અથવા પછી ન થવા જઇ રહી હોય. 

એરટેલે કહ્યું કે તે ડિજિટલ પ્લેયર્સ પાસેથી તેમની પ્રોડક્ટ, કંન્ટેટ અને ગ્રાહકો વચ્ચે સેવાઓ લાવવા માટે હંમેશા વાતચીત કરતી રહે છે. આ ઉપરાંત કોઇ અને વાતચીત વિશે ન બતાવી શકે. અમેઝોન ભારતમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે જલદી જ 650 કરોડ ડોલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી તે નંબર એક છે. 

આ પણ વાંચો:-  ગૌતમ અદાણીની કંપનીને મળ્યો દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.