અમદાવાદ મ્યુનિ. દ્વારા શહેરની 42 ખાનગી હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર તરીકે હસ્તગત કરીને ત્યાં 50 ટકા બેડ માટે એમઓયુ કરવાની તૈયારી હાથ ધરી છે. ત્યારે આવી હોસ્પિટલને એડવાન્સ પેટે પણ 15 લાખ ચૂકવવાની તૈયારી હાથ ધરી છે.
મ્યુનિ. દ્વારા 42 હોસ્પિટલને હસ્તગત કરાયા બાદ આ હોસ્પિટલ સાથે એમઓયુ કરવાની તૈયારી હાથ ધરી છે. જોકે આ હોસ્પિટલના 50 ટકા બેડ મ્યુનિ. હસ્તક રહેશે જ્યારે બાકીના 50 ટકા બેડ હોસ્પિટલ ખાનગી વ્યક્તિને સારવાર માટે આપી શકશે તેવી ઠરાવ્યું છે. આ હોસ્પિટલો સાથે એમઓયુ કરવા માટેની સત્તા ડીવાયએમસી હેલ્થને સોંપાઈ છે. જોકે કોઇ કિસ્સામાં ડ્રાફ્ટ એમઓયુ એએમસીના હિતમાં ન હોય તો પુન:એમઓયુ કરવા માટેની સત્તા પણ ડે. મ્યુનિ. કમિશનરને સોંપવામાં આવી છે.
મ્યુનિ. દ્વારા મોકલાયેલા દર્દીનું બિલ  નિયત કરેલા દર પ્રમાણે મ્યુનિ.ને મોકલ્યા બાદ સંબંધિત ઝોનના ડેપ્યૂટી મ્યુનિ. કમિશનર દ્વારા ચૂકવણી કરવામાં આવશે.

આ પણ વાંચો:-  વડોદરા : પાલિકાની સભામાં પ્રિમોન્સૂન કામગીરી ભૂલાઈ, કોરોના કોના કારણે ફેલાયો તેની ચર્ચા કરતા રહ્યાં નેતા