અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇગનાં મોત બાદ શરૂ થયેલા વિરોધ પ્રદર્શન અટકવાનું નામ નથી લઇ રહ્યા. આ દરમિયાન બુધવારે કેટલાક તોફાની તત્વોએ વોશિંગ્ટન ડીસીમાં આવેલ ભારતીય દુતાવાસમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. સુત્રો અનુસાર વોશિંગ્ટનની પોલીસે દોષી વ્યક્તિઓ વિરદ્ધ તપાસ ચાલુ કરી દીધી છે. અમેરિકાએ આ મુદ્દે ભારતની સખેદ માફી માંગી છે.

ભારતીય દુતાવાસે અમેરિકાની સામે આ મુદ્દો ઉઠાવ્યો

ભારતીય દુતાવાસે અમેરિકાની સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય દુતાવાસે મેટ્રોપોલિયન પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે. વડાપ્રધાન મોદીએ 30 સપ્ટેમ્બર 2014ના રોજ વોશિંગ્ટન ડીસીમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. પ્રદર્શનકરતાઓએ આ પ્રતિમા સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. 

અમેરિકાના સંરક્ષણ મંત્રી માર્ક એસ્પર પ્રદ્રર્શનકરતાઓથી ભરેલા રસ્તાઓ પર સેનાનાં યુદ્ધ મેદાન કહેવા બદલ ટિકા સહી રહ્યા છે. તેમના પર સેનાને રાજનીતિથી દુર રાખવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એરસ્પરે બુધવારે દેશમાં રસ્તાઓ પર પ્રદર્શનોને દબાવવા માટે સેનાનો ઉપયોગ કરવાના ટ્રમ્પનાં નિવેદન સાથે છેડો ફાડ્યો હતો.

રાષ્ટ્રપતિએ સંકેત આપ્યા હતા કે, જો રાજ્યનાં ગવર્નર હિંસા રોકવામાં સફળ નહી રહે તો તેઓ તમામ ઉપલબ્ધ સેના દળોનો ઉપયોગ કરશે. જો કે એસ્પરે બુધવારે પેંટાગન ખાતે તે નિર્ણયને બદલીને વોશિંગ્ટન વિસ્તારમાં ફરજ પર રહેલા સેંકડો સૈનિકોને ઘરે મોકલવામાં આવશે.

કડક કાર્યવાહીનું રાષ્ટ્રપતિએ સમર્થન કર્યું

બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશની રાજનાધીમાં નેશનલ ગાર્ડનાં સૈનિકો અને અધિકારીઓને મોટા પ્રમાણમાં ફરજ પર મુકવાની બુધવારે શ્રેય લેતા કહ્યું કે, તેમણે રાજ્યોને રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનોને દબાવવા માટે અનુકરણીય પગલું ઉઠાવ્યું છે. વ્હાઇટ હાઉસનાં એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે કહ્યું કે, સોમવારે રાત્રે વાઇટ હાઉસની બહાર કરવામાં આવેલી કડક કાર્યવાહીનું રાષ્ટ્રપતિએ સમર્થન કર્યું છે, જે દેશની રાજધાનીમાં આક્રમક કાર્યવાહી કરીને બાકી દેશ માટે એક ઉદાહરણ રજુ કરવા માંગતા હતા. 

આ પણ વાંચો:-  તલિબાન-અમેરિકા ડીલ, પાકિસ્તાન માટે જીત, ભારત માટે મોટો ઝાટકો કેમ?

ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને બુધવારે કહ્યું કે, તમારે વર્ચસ્વ કાયર કરનારા સુરક્ષા દળને રાખવું પડશે. આપણે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, તમે જોયુ કે, આ તમામ સ્થળો પર જ્યાં સમસ્યાઓ સર્જા ત્યાં રિપબ્લિકન પાર્ટી સત્તામાં નથી. ત્યાં ઉતારતાવાદી ડેમોક્રેટ શાસનમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.