વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી હાલ દરેક દેશ ત્રસ્ત છે. અને અત્યાર સુધી માં માં એક કરોડ ઉપર લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને કેટલાય લોકોએ આ મહામારીમાં પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. વિશ્વના વૈજ્ઞાનિકોના ઘણા પ્રયાસો પછી પણ હજી સુધી આ બીમારીની ના કોઈ દવા શોધાઈ કે ના કોઈ વેકસીન.

- Advertisement -

દેશમાં પહેલીવાર કોરોના વાયરસનું એક નવું જ રૂપ સામે આવ્યું

આપણા દેશના પણ દિવસે ને દિવસે સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. જે ખરેખર એક ચિંતાનો વિષય છે. આવા સમયમાં દેશમાં પહેલીવાર કોરોના વાયરસનું એક નવું જ રૂપ સામે આવ્યું છે. દેશના સૌથી મોટા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ) દિલ્હીમાં દાખલ થયેલ એક દર્દી છે જેનો 4 વખત કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો અને એ વ્યક્તિ 4 વખત નેગેટિવ આવ્યા છે.પણ તેના શરીરમાં કોરોના વાયરસના વિરુદ્ધ એન્ટીબોડી મળ્યા છે.

તમને જણાવી દઈએ કે આ એન્ટીબોડી કોઈ વ્યક્તિના શરીરમાં ત્યારે જ બને છે જ્યારે તે કોરોનાથી સંક્રમિત થયો હોય.આપણા શરીરમાં આ એન્ટીબોડી બનવા માટે લગભગ 5થી 7 દિવસનો સમય લાગે છે. આ એન્ટીબોડી કોરોના સંક્રમિત દર્દીના શરીરમાં સંક્રમણના વિરુદ્ધ લડવાનું કામ કરે છે.

મહિલામાં ટીએલસીની સંખ્યા ઘટી રહી છે.

વાત જાણે એમ છે કે દિલ્હી એમ્સના જીરીએટિક વિભાગમાં એક મહિલા દર્દી અનેક દિવસથી દાખલ થયેલ છે. 80 વર્ષના આ મહિલા ડાયાબિટીસ, હાઈપરટેન્શનથી તો પીડાઈ જ રહ્યા છે પણ આ સિવાય 15 દિવસથી તેઓને નબળાઈની ફરિયાદ પણ હતી.નિદાન દરમિયાન જાણવા મળ્યું કે મહિલામાં ટીએલસીની સંખ્યા ઘટી રહી છે.

ડોક્ટરોના સંક્રમણ સંદિગ્ધ થતા આ મહિલાની 12 દિવસમાં 4 વાર આરટી-પીસીઆરની મદદથી કોરોના વાયરસની તપાસ કરાવાઈ હતી. પણ આશ્ચર્યજનક વાત એ છે કે એક પણ તપાસમાં આ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ દરેક તપાસ દિલ્હી એમ્સની અત્યાધુનિક સુવિધાઓથી લેસ પ્રયોગશાળામાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો:-  ચીને ડબ્લ્યુએચઓ ને વધારાના 3 કરોડ USD ની સહાયની જાહેરાત કરી

પાંચમી વાર એ મહિલાના એન્ટીબોડીની તપાસ કરવામાં આવી

ચાર ચાર વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ એ મહિલા દર્દીમાં લક્ષણ એ ના એ જ રહેવાના કારણે એક સમયે ડોક્ટર્સ પણ વિચારમાં પડી ગયા હતા. ત્યાર બાદ એમ્સના ડોક્ટરોએ આ મહિલા દર્દીને કોરોના સંક્રમિત ગણીને તેની સારવાર શરૂ કરી અને પાંચમી વાર એ મહિલાના એન્ટીબોડીની તપાસ કરવામાં આવી. અને હેરાન કરનારી વાત એ છે કે આ તપાસમાં તેના શરીરમાં એન્ટીબોડી મળ્યા હતા.

જો કે તાજેતરમાં યૂકેમાં વૈજ્ઞાનિકોએ જે ડેક્સામેથાસોન દવાને કોવિડ ઉપચારમાં ઉપયોગી ગણાવી હતી તે દવા ભારતમાં પરવાનગી મળ્યા બાદ મહિલા દર્દીને એમ્સના ડોક્ટરોએ લગભગ 10 દિવસ સુધી આાપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.