ફિલ્મમેકર અનુરાગ કશ્યપે પોતાના નવા પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી પહેલી ફિલ્મ ‘ચોક્ડ’ પાંચ જૂને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. અનુરાગે પોતાના પ્રોડક્શન હાઉસનો લોગો પણ જાહેર કર્યો છે.

- Advertisement -

અનુરાગે કંપનીનો લોગો તથા પાર્ટનર્સના નામ જાહેર કર્યાં હતાં. અનુરાગે કહ્યું હતું, ‘આ છે મારી નવી કંપની ‘ગુડ બેડ ફિલ્મ્સ.’ ધ્રુવ જગસૈયા બ્લેકમાં તથા અક્ષય સફેદમાં. આ મારા બે સહયોગી છે. મને માત્ર એ જ વાત સમજમાં આવતી નથી કે આ બેમાંથી સારું કોણ અને ખરાબ કોણ? આથી આ વાત હું તમારા પર છોડું છું.’

ઉલ્લેખનીય છે કે આ પહેલાં અનુરાગ કશ્યપે બે પ્રોડક્શન હાઉસ શરૂ કર્યાં હતાં. સૌ પહેલાં અનુરાગે ‘અનુરાગ કશ્યપ ફિલ્મ’ પ્રોડક્શન હાઉસ બનાવ્યું હતું. આ કંપનીને ગુનીત મોગા સંભાળે છે. આ પ્રોડક્શન હાઉસમાં અનુરાગ સ્મોલ બજેટની ફિલ્મ પ્રોડ્યૂસ કરે છે. આ બેનર હેઠળ ‘ઉડાન’, ‘શૈતાન’ તથા ‘લંચબોક્સ’ જેવી ફિલ્મ બનાવવામાં આવી હતી. અનુરાગનું બીજું પ્રોડક્શન હાઉસ ફેન્ટમ છે. વિક્રામાદિત્ય, મધુ મન્ટેના તથા વિકાસ બહલની સાથે મળીને અનુરાગે ફેન્ટમ કંપની શરૂ કરી હતી. જોકે, વિકાસ બહલ પર MeToo મૂવમેન્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ કંપનીનું વિલીનીકરણ કરવામાં આવ્યું હતું અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે આ કંપની લીધી હતી. 

‘ચોક્ડ’માં સૈયમી ખેર લીડ રોલમાં છે. આ ફિલ્મ નોટબંધી પર આધારિત છે. થોડાં સમય પહેલાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો:-  કાલુપુરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ માસ્ક-મોજા વેચવાના કૌભાંડનો પર્દાફાશ

LEAVE A REPLY

Please enter your comment!