ગુજરાત સરકારની પૂર્વ મંજૂરી વગર કોરોનાના દર્દી ના ટેસ્ટ કરવાની મંજૂરી માંગતી અરજી પર હાઈકોર્ટે આદેશ કર્યો છે કે સગર્ભા મહિલા હિમોડાયાલિસિસ અને સર્જરીના દર્દીઓના કોરોના ના ટેસ્ટ કરવા માટે સરકારના નિમેલા નોડલ અધિકારીની પૂર્વ મંજૂરીની જરૂર નથી. આ ઉપરાંત હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, ફિઝિશિયન કે સર્જને કોઈ પણ દર્દીને કોરોનાના ટેસ્ટ માટે જો સુચના આપી હોય તો સરકારના નિમેલા નોડલ અધિકારીએ આ દર્દીઓના ટેસ્ટ માટેની મંજૂરી ૨૪ કલાકમાં આપી દેવી.

- Advertisement -

આ આદેશનું પાલન કડકાઈથી કરવાનું રહેશે. હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે આરોગ્ય એ દરેકનો મૂળભૂત અધિકાર છે અને તેની સુવિધા દરેકને મળવી જોઈએ. આરોગ્યલક્ષી સુવિધાઓ વાજબી અને સુવિધાયુક્ત હોવી જોઇએ. જેથી લોકોનું લોકો સ્વસ્થ રહી શકે. કોરોનાના ટેસ્ટિંગની નીતિને સમજવા માટે હાઇકોર્ટે ICMR પક્ષકાર બનાવ્યું છે અને નોટિસ પાઠવી છે. ટેસ્ટિંગ નીતિને અનુલક્ષીને હાઇકોર્ટે ICMR પાસે કેટલાક સવાલ ના જવાબ માંગ્યા છે.

કોરોના ના મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો કરેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે આજે આદેશ આપ્યો છે. હાઇકોર્ટે  રાજ્ય સરકારની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે.  હાઈકોર્ટે કહ્યું છે કે જો રાજ્ય સરકારે કઈ કઈ ન હોત તો સંભાવનાએ રહી હોત કે આપણે સૌ મૃત્યુ પામ્યા હોત રાજ્ય સરકાર સક્રિય અને જાગ્રત છે અને તેની બંધારણીય અને કાયદાકીય વચનબદ્ધતાથી  સચેત છે. 

હાઇકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે સામાન્ય રીતે હાઈકોર્ટે એ રાજ્ય સરકારની કામગીરીમાં કોઈ દખલગીરી કરતું નથી. રાજ્ય સરકાર જ્યારે કોઈ તબક્કે તેની ફ્રજ નિભાવવામાં નિષ્ફ્ળ જાય ત્યારે જ કોર્ટ પગલા ભરે છે. વર્તમાનમાં જે સમય છે તે સંજોગોમાં જ રાજ્ય સરકારની સાચી ક્ષમતાની કસોટી થાય છે અને તેની કામગીરીની ખબર પડે છે મુશ્કેલીના સમયમાં લોકોની સુરક્ષા  કરવામાં આવે તેવી રાજ્ય સરકાર પાસે અપેક્ષા હોય છે આ જાહેરહીતની અરજી છે અને  હાઇકોર્ટ જે કરે છે તે જાહેર જનતાના હિતમાં જ છે.

આ પણ વાંચો:-  રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહી શકેઃ હવામાન વિભાગ

રાજ્ય સરકાર તેની રીતે કામ કરે છે. આ સંજોગોમાં આશા રાખે છે કે રાજ્ય સરકાર તેના આદેશનું પાલન કરે. આ આદેશ જાહેર હિતમાં લોકોના આરોગ્ય ના લાભાર્થી કરાયેલા છે. રાજ્ય સરકાર દ્વારા ઘણી સારી કામગીરી કરવામાં આવી રહી છે, જેને વખાણીએ છીએ. જો કોઈ ખામી બેદરકારી નજરેપડે તો હાઈ કોર્ટ તેને સ્પષ્ટતાથી ધ્યાન દોરે છે. 

રાજ્ય સરકાર નાગરિકો પ્રત્યેની તેની વચનબદ્ધતા અને સારી રીતે જાણે છે, તે તેનું કામ ક્ષમતા સાથે કરી રહી છે. હાઇકોર્ટ નું માનવું છે કે રાજ્ય સરકારે આ જાહેરહિતની અરજીને એકદમ ગંભીરતાથી લીધીછે અને સક્રિયતાથી કામ કરી રહી છે.

ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારના મુદ્દે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે ખાનગી હોસ્પિટલના બાકીના પચાસ ટકા બેડ પર રાજ્ય સરકાર દ્વારા દસ ટકા અને પાંચ ટકા ભાવમાં ઘટાડો કર્યો છે. જેનો અમલ કરવા માટે ખાનગી હોસ્પિટલો તૈયારી બતાવી છે. આ મુદ્દે હવે રાજ્ય સરકારે ફ્રી કોઈ મંત્રણા કરવાની જરૂર નથી.  ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલો એમઓયુની શરતોનો ભંગ કરે છે અને નફખોરી નિવૃત્તિ દાખવે છે તો તે હોસ્પિટલ સામે આકરા પગલાં લેવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય સરકારને પણ આદેશ કરીશું કે આ પ્રકારના ખાનગી હોસ્પિટલ સામે કાયદા મુજબ આકરા પગલા લેવામાં આવે. હાલ કોરોનાના સંકટ કાળની કપરી સ્થિતિ ચાલી રહી છે. ત્યારે ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલની ફ્રજ છે કે તે લોકો અને સરકાર ને સાથ આપે. હાલ નફખોરી કરવાનો સમય નથી, ઉપર બેઠેલો ભગવાન બધું જ જોઈ રહ્યો છે.

ખાનગી હોસ્પિટલમાં સરકારે હસ્તગત કરેલી ૫૦% પથારીઓ પર મફ્ત સુવિધા આપવાની રહેશે. આ ઉપરાંતની બાકીની ૫૦% પથારીઓ પર ખાનગી હોસ્પિટલ તે દર્દીઓ પાસેથી ડિપોઝિટની વાજબી રકમ લઇ શકે છે.

આ પણ વાંચો:-  અમદાવાદ માટે હવે ખતરાની ઘંટી, કોરોનાએ AMCના આસિસ્ટન્ટ કમિશનરને પોતાના ભરડામાં લીધા