શાનદાર હવામાન અને લોકડાઉનથી મળેલી નવી છૂટછાટની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. સવારથી જ શેર બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈના 30 શેરો પર આધારિત સૂચકઆંક સેન્સેક્સ 882ના વધારા સાથે 33,306 પર કારોબાર કરી રહ્યો છે. તેજીનો માહોલ બીજા બજારોમાં પણ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ 50 શેરો પર આધારિત સૂચકઆંક નિફ્ટી પણ 262 પોઈન્ટની તેજી સાથે 10,275 પર કારોબાર કરી રહ્યો છે. 

- Advertisement -

જૂન મહિનો આપણા બધા માટે અનેક રીતે મહત્વપૂર્ણ મહિનો બની રહેવાનો છે. પહેલી જૂનથી અનેક ફેરફાર અમલી બન્યા છે. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે જાણી લો કે આ ફેરફાર તમારા જીવન પર કઈ રીતે અસર કરી શકે છે. 

ભારતીય રેલવે હાલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહી છે. આજથી રેલવે મંત્રાલયે 200 ટ્રેનો વધુ દોડાવવાની જાહેરાત કરી હતી. આજથી આ ટ્રેનો દોડવાની શરૂ પણ થઈ ગઈ છે. સવારથી જ સતત ટ્રેનોની અવરજવર ચાલુ છે. 

દેશભરમાં રાશન કાર્ડ માટે 1 જૂનથી વન નેશન વન કાર્ડની યોજના પૂરી રીતે લાગુ થઈ ગઈ છે. હાલ આ સ્કિમ 20 રાજ્યોમાં શરૂ થશે. આ સ્કિમનો ફાયદો રાશનકાર્ડ કોઈ પણ રાજ્યમાં બન્યું હોય પરંતુ રાશન ખરીદવા માટે રાશન કાર્ડનો ઉપયોગ બીજા રાજ્યમાં પણ થઈ શકે છે. તેનાથી ગરીબોને ખુબ ફાયદો થશે. 

આ પણ વાંચો:-  22 જૂન : જાણો શું કહે છે આજના સિતારા તમારા માટે જુઓ આજ નું રાશિ ભવિષ્ય