-દારૃની પ્રવૃત્તિ
રોકવામાં બેદરકારી
-એક જ પોલીસ સ્ટેશનમાંથી એક સાથે સાત
પોલીસ જવાનને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ભૂકંપની સ્થિતિ
નવસારી
નવસારી
જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવામાં બેદરકારી બદલ
જલાલપોરના મરોલી પોલીસના એક એ.એસ.આઈ.,
હેડ કોન્સ્ટેબલ અને પાંચ પોલીસ જવાનો મળી એકી સાથે સાત-સાત પોલીસ
કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ભૂકંપની સ્થિતિ સર્જાય છે.
નવસારી
જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દરિયાઈ માર્ગો, નેશનલ હાઈવે તથા
આંતરધોરી માર્ગો ઉપર સતત વોચ, પેટ્રોલીંગ વગેરે પ્રવૃત્તિઓ
કરી રહી છે. દરમિયાન પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવામાં બેદરકારી દાખવનાર મરોલી
પોલીસનાં સાત પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા
તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં એ.એસ.આઈ. સીતારામભાઈ શંકરભાઈ ભોયે,
હે.કો. નિકુલપરી બલદેવપરી ગૌસ્વામી તથા પાંચ કોન્સ્ટેબલોમાં અતુલ
અશોકકુમારસિંહ ચૌહાણ, ધર્મેન્દ્ર મફતભાઈ ભોઈ, નિતેશ જયેશભાઈ ચૌધરી, શૈલેષકુમાર બહાદુરભાઈ પરમાર
અને રમેશ નાગજીભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે.
બીજી
તરફ જિલ્લામાં એકમાત્ર મરોલી પોલીસ સ્ટેશનનાં સાત-સાત પોલીસ કર્મચારીઓને ફરજ
મોકુફૂ કરી દેવામાં આવતાં અન્ય પોલીસ મથકોમાં પણ પ્રોહિબિશનની પ્રવૃત્તિને લઈને
પોલીસ બેડામાં હલચલ મચી છે
.