નાણાકીય વર્ષ 2019-20ની જીડીપી ગ્રોથના આંકડા આવી ચુક્યા છે. આ નાણાકીય વર્ષમાં જીડીપી વિકાસ દર 4.2 ટકા રહ્યો છે. આ આશરે 11 વર્ષનું નિચલું સ્તર છે. આ પહેલા 2009માં જીડીપી ગ્રોથ આ સ્તરે પહોંચી ગયો હતો.

વર્ષ 2009ની વાત છે, કોંગ્રેસની આગેવાની વાળી યૂપીએ સરકાર બીજીવાર સત્તામાં આવી હતી. આ વર્ષે નાણાકીય વર્ષ 2008-09ના જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આ આંકડાથી માહિતી મળી હતી કે વર્ષ 2008-09 (એપ્રિલથી માર્ચ)માં દેશની જીડીપી એટલે કે વિકાસ દર 3.09 ટકા રહ્યો. જીડીપીના આ આંકડા પર વૈશ્વિક મંદીની અસર હતી. 

હકીકતમાં, વર્ષ 2008માં વિશ્વભરમાં મંદી છવાયેલી હતી. આ મંદીનો પ્રભાવ ભારતીય અર્થતંત્ર પર જોવા મળ્યો હતો. તેની અસર જીડીપીના આંકડા પર પણ જોવા મળી હતી. આજે 11 વર્ષ બાદ દેશની જીડીપી ફરી એકવાર તે સ્તરને નજીક પહોંચી ગઈ છે. 

હકીતકમાં, વર્ષ 2019-20નમાં જીડીપીનો વિકાસદર 4.2 ટકા રહ્યો. આ આશરે 11 વર્ષનું નિચલું સ્તર છે. આ પહેલા 2008-09માં જીડીપી ગ્રોથ આ સ્તર સુધી પહોંચ્યો હતો. 

આ 11 વર્ષમાં જીડીપીના ચાલની વાત કરીએ તો ગ્રોથનું સૌથી ઉચ્ચતમ સ્તર વર્ષ 2016/17માં રહ્યું હતું. તે નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 8.25 ટકા રહ્યો. પરંતુ ત્યારબાદ 3 વર્ષમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. 

આ પણ વાંચો:-  GVK ગ્રુપના પ્રમોટર્સના મુંબઈ, હૈદરાબાદમાં ઘર અને ઓફિસ પર EDના દરોડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here