દેશમાં કોરોનાવાઈરસથી સંક્રમિતોની સંખ્યા 2 લાખ 27 હજાર 273 થઈ ગઈ છે. અને 6,367 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે. સાથે જ 1,08,450 લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 77 હજારને પાર થઈ ગયો છે. અહીંયા 2,710 લોકોના મોત થયા છે. તમિલનાડુ 27,256 દર્દીઓ સાથે બીજા ક્રમે છે. અહીંયા 223 લોકોના મોત થયા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ કોરોના દર્દીઓના મામલામાં છઠ્ઠા ક્રમેથી સાતમા ક્રમે આવી ગયું છે.
ગુરુવારે એક દિવસમાં સૌથી વધારે 9838 નવા કેસ સામે આવ્યા હતા. આ પહેલા બુધવારે પણ 9638 દર્દી મળ્યા હતા. મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 77 હજાર, તમિલનાડુમાં 27 હજાર અને દિલ્હીમાં 25 હજારને પાર પહોંચી ગઈ છે.

- Advertisement -


દેશમાં મધ્યપ્રદેશ સંક્રમિતોના મામલે છઠ્ઠા ક્રમેથી સાતમા ક્રમે આવી ગયું છે. પહેલા મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપરદેશ આગળ હતા. પરંતુ છેલ્લા ઘણા દિવસોમાં ઉત્તરપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. તેને મધ્યપ્રદેશને પણ પાછળ મુકી દીધું છે. તો બીજી બાજું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, સમગ્ર દેશની સરખામણીમાં મધ્યપ્રદેશમાં લગભગ 2% નવા સંક્રમિત મળી આવ્યા છે, જ્યારે પહેલા આ 8 ટકા સુધી હતા. રાજ્યનો રિકવરી રેટ 64.3% થઈ ગયો છે, જ્યારે 47.9% છે.

  • એવિશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ શુક્રવારે જણાવ્યું કે, 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ થયા પછી 11માં દિવસે 4 જૂને 671 ફ્લાઈટ્સમાં 60 હજાર 306 યાત્રીઓએ મુસાફરી કરી હતી. આ યાત્રીઓ અને ફ્લાઈટ્લની બીજી સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા 1જૂને સૌથી વધારે 692 ફ્લાઈટ્સમાં 64 હજાર 651 યાત્રીઓએ મુસાફરી કરી હતી. લોકડાઉનમાં 25 માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ બંધ હતી.
  • દેશના કુલ કેસમાં 35 ટકા દર્દીઓતો માત્ર મહારાષ્ટ્રમાં જ છે. 1 જૂનથી 4 જૂન વચ્ચે એક્ટિવ કોવિડ-19 દર્દીમાં વૃદ્ધિ દર 11.29% છે.
  • દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનના 20 કર્મચારી કોરોના પોઝિટિવ મળ્યા. તમામને સંક્રમણના પ્રારંભિક લક્ષણો છે.
  • ઓરિસ્સામાં એક મહિલાએ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં એક દીકરાને જન્મ આપ્યો છે. આ ટ્રેન તેલંગાણાથી ઓરિસ્સા જઈ રહી હતી. રેલવેએ જણાવ્યું-માતા અને દીકરો બન્ને સ્વસ્થ છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શુક્રવારે જણાવ્યું કે ચાર જૂને 1 લાખ 39 હજાર 485 લોકોના ટેસ્ટ કરાયા હતા, જે અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. આ પહેલા બીજી જૂને 1 લાખ 37 હજાર 158 ટેસ્ટ કરાયા હતા. સાથે 1 જૂને 1 લાખ 28 હજાર 868 લોકોની તપાસ કરાઈ હતી. આ પ્રકારે અત્યાર સુધી 43 લાખ 86 હજાર 376 લોકોના ટેસ્ટ કરાયા છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે સવારે આંકડા આપ્યા હતા, જેના પ્રમાણે, 24 કલાકમાં 9,851 કેસ સામે આવ્યા અને 273 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં અત્યાર સુધી 2 લાખ 26 હજાર 770 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 1 લાખ 10 હજાર 960 એક્ટિવ કેસ છે અને 1 લાખ 9 હજાર 462 સાજા થઈ ચુક્યા છે. સાથે 6348 લોકોના મોત થયા છે.
  •  ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના એક કર્મચારી કોરોના પોઝિટિવ મળ્યા પછી દિલ્હી ખાતે આવેલા હેડક્વાર્ટરના એક ફ્લોરને સેનેટાઈઝ કરીને બંધ કરી દેવાયો છે.
  • છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 4 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળ્યા. સંક્રમણના કારણે એકનું મોત થયું છે. અત્યાર સુધી કુલ 2,651 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી 31લોકોના મોત થયા છે.
આ પણ વાંચો:-  ગરુડેશ્વરનું નર્મદેશ્વર મહાદેવ મંદિર પાણીના વહેણમાં આખેઆખું તૂટ્યું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.