<a href="https://news4gujarati.com/tag/gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati">Gujarati</a> News, News in <a href="https://news4gujarati.com/tag/gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati">Gujarati</a> – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

Babri demolition case: All accused acquitted

28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસ (Babri Masjid Demolition case) માં આજે ચુકાદો આવશે. લખનઉ સ્થિત સીબીઆઈ (CBI) ની વિશેષ કોર્ટે 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવશે.. આ કેસમાં પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, જેવા અનેક મોટા નેતા આરોપી હતા. આવા હાઈ પ્રોફાઈલ કેસમાં ચુકાદો આવવાનો હોવાથી અયોધ્યા અને લખનઉમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -

– લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, મહંત નૃત્યગોપાલ દાસ, સતીષ પ્રધાનને બાદ કરતા તમામ 26 આરોપીઓ કોર્ટ રૂમમાં હાજર છે. 
– સાક્ષી મહારાજ લખનઉ કોર્ટ પહોંચ્યા છે. અન્ય આરોપીઓ પણ કોર્ટ પહોંચ્યા છે. કેટલાક વીડિયો કોન્ફરન્સિંગથી ચુકાદો સાંભળી રહ્યા છે. થોડીવારમાં સુનાવણી શરૂ થશે.  
– લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, મહંત નૃત્યગોપાલ દાસ સહિત 6 લોકો કોર્ટમાં હાજર નહીં થાય. તેમના માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની કાર્યવાહીમાં સામેલ થવા અને કોઈ પણ સંજોગોમાં કોર્ટના ચુકાદા પર સહયોગની અંડર ટેકિંગ આપવામાં આવશે. 
– સીબીઆઈના સ્પેશિયલ જજ સુરેન્દ્રકુમાર યાદવ કોર્ટ પરિસર પહોંચી ગયા છે. 
– ચંપત રાય, જય ભઘવાન ગોયલ અને રામજી ગુપ્તા, સીબીઆઈ કોર્ટ પહોંચ્યા.
– બાબરી વિધ્વંસ કેસના ચુકાદાને પગલે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. 

અડવાણી-જોશી સહિત કુલ 32 આરોપીઓ
બંને પક્ષોની દલીલો રજુ થયા બાદ વિશેષ ન્યાયાધીશ એસ કે યાદવે કહ્યું હતું કે તેઓ 2 સપ્ટેમ્બરથી ચુકાદો લખવાનું શરૂ કરશે. દાયકાઓ જૂના આ કેસમાં પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી. પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, સાક્ષી મહારાજ, સાધ્વી ઋતંભરા, વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય, વિનય કટિયાર, મહંત નૃત્યગોપાલ દાસ, રામ વિલાસ વેદાંતી, ધરમદાસ, ડો.સતીષ પ્રધાન સહિત 32 આરોપી છે. આ કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા અને એફઆઈઆર દાખલ થઈ હતી જેમાંથી હાલ 32 આરોપીઓ જીવિત છે. 

આ પણ વાંચો:-  રામ નામ સત્ય બાકી સબ જુઠ

351 સાક્ષીઓની જુબાની
સીબીઆઈ તરફથી આરોપીઓ વિરુદ્ધ 351 સાક્ષીઓ અને લગભગ 600 દસ્તાવેજો રજુ  થયા હતાં. ન્યાયાધીશે આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમય મુજબ આ માસના અંત સુધીમાં ચુકાદો સંભળાવવાનો છે. નોંધનીય છે કે અયોધ્યાનું વિવાદિત માળખુ કારસેવકોએ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડ્યું હતું. 

કોના પર કઈ કલમ લાગી છે?
આ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 120બી (અપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ), 147, 149, 153એ, 153બી અને 505(1) હેઠળ કેસ ચાલ્યો હતો. 

આરોપીઓના નામ
લાલકૃષ્ણ અડવાણી
મુરલી મનોહર જોશી
સાધ્વી ઋતંભરા
ઉમા ભારતી
વિષ્ણુ હરિ ડાલમિયા
અશોક સિંઘલ

આ સિવાય અન્ય આ આરોપીઓ સામે આઈપીસીની કલમ 147, 147 153એ, 153બી 295, 295એ, અને 505(1) તથી કલમ 120બી હેઠળ આરોપ છે. 

મહંત નૃત્ય ગોપાલ દાસ
મહંત રામ વિલાસ વેદાંતી
વૈકુંઠલાલ શર્મા ઉર્ફે પ્રેમજી
ચંપતરાય બંસલ
ધર્મદાસ
ડો.સતીષ પ્રધાન
કલ્યાણ સિંહ

પહેલી FIRમાં શું હતું?
મળતી માહિતી મુજબ આ કેસમાં કારસેવકો વિરુદ્ધ પહેલી એફઆઈઆર થઈ હતી. જેનો નંબર  197/1992 હતો. અત્રે જણાવવાનું કે આ એફઆઈઆરમાં કારસેવકો  પર આરોપ લગાવવામાં આવ્યો કે તેઓ ડકૈતી, લૂટફાટ, મારપીટ, ઈજા કરવી, સાર્વજનિક ઈદગાહને નુકસાન પહોંચાડવા અને ધાર્મિક સૌહાર્દ ભડકાવવાના મામલામાં સંડોવાયેલા છે. 

બીજી  FIRમાં શું હતું?
બીજી FIRની વાત કરીએ 198/1992 નંબરની આ એફઆઈરમાં ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ સંલગ્ન કુલ 8 મોટા નેતાઓ અને પદાધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા હતાં. આ તમામ નેતાઓ પર ભડકાઉ ભાષણ દ્વારા લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  અમદાવાદના શાહપુરમાં લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, ટિયરગેસનાં શેલ છોડવામાં આવ્યા

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

- Advertisement -