નેશનલ હાઇવે નં-48 ઉપર ઝાડેશ્વર બ્રિજ પાસે ગુરૂવારે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી

નેશનલ હાઇવે નં-48 ઉપર ઝાડેશ્વર બ્રિજ પાસે ગુરૂવારે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રકની કેબિનમાં 42 વર્ષીય ડ્રાઇવર વિરેન્દ્ર બરસાતી પાલ(રહે, મલાડ, મુંબઇ), ડ્રાઇવર ફસાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જોકે ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયેલો હોવાથી 108ની ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. 108ની ટીમે ટ્રકના પતરા ચીરીને ડ્રાઇવરરને બહાર કાઢ્યો હતો અને તુરંત જ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે દુબઇ, 7 જુલાઇથી સહેલાણીઓ કરી શકશે યાત્રા