મોદી કેબિનટે પાક પર થયેલી પ્રેસ કોન્ફરેન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેટલીક મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને લઇને મોદી સરકારે અધ્યાદેશની મંજૂરી આપી છે. ખેડૂતો માટે એક દેશ એક બજાર બનશે. સરકારે ખેડૂતો કોઈપણ રાજ્યમાં પાક વેચવાની મંજૂરી આપી છે.

- Advertisement -

જાવડેકરે જણાવ્યું કે, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને મંડી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે અને કૃષિ પેદાશોના સંગ્રહ માટેની મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. જાવડેકરે જણાવ્યું હતું કે કાયદામાં ખેડુતોના હિતમાં સુધારા કરવામાં આવ્યા છે.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આજે કેબિનેટમાં કૃષિ વિશે 3 અને અન્ય ત્રણ નિર્ણય થયા છે. અત્યાવશ્યક કાયદાને ખેડૂતોના હિતમાં બનાવ્યા છે. ખેડૂતોને લઇને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. આવશ્યક વસ્તુ અધિનિયમથી ડુંગળી, તેલ, તેલીબિયાં, બટાટાને બહાર કરવામાં આવ્યા છે.

વન નેશન, વન માર્કેટ પર પણ આજ કેબિનેટમાં ચર્ચા થઈ. એક અને મહત્વપૂર્ણ નિર્ણય એ થયો કે, હવે ખેડૂતોને વધારે ભાવ મળવા પર તેમની ઉપજને પરસપરની સંમતીના આધાર પર વેચવાની આઝાદી રહશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  દિલ્હી સરકાર હોમ ક્વોરન્ટાઈન દર્દીઓેને પલ્સ ઓક્સીમીટર આપશે: કેજરીવાલ