દેશમાં કોરોનાં વાયરસને કારણે લાવવામાં આવેલ લોકડાઉનમાં હવે ફેરકારના સંકેત મળી રહ્યા છે, ત્યારે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી બંધ એવા ધાર્મિક સ્થાનોને આગામી 8 જૂનથી છુટછાટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. કડવા પાટીદારોની કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરને પણ જો સરકાર પરમિશન આપશે તો ખોલી શકાય તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

- Advertisement -

ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા હાલ મંદિરની પરિસરની સાફ સફાઈ તેમજ મંદિરને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. જો સરકાર આગામી દિવસોમાં પરમિશન આપશે તો ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સરકારની તમામ ગાઈડલાઇન પ્રમાણે ફરી એકવાર મંદિરમાં ભક્તો માટે ખોલવામાં આવશે. આ માટે જરૂરી સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. સેનેટાઇઝર, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનશીંગનું પાલન થાય તે માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનું ઊંઝા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

છેલ્લા 2થી વધુ મહિનાથી ધાર્મિક સ્થળો બંધ હતા, તેવા સમયે ધાર્મિક સ્થળના આજુબાજુ નાના વેપારીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. 2થી વધુ મહિનાથી ધાર્મિક સ્થળો બંધ રહેતા તેમના ધંધા પર માઠી અસર થઈ હતી. પરંતુ ફરી એકવાર ધાર્મિક સ્થળો ખોલવાની આશા જાગતા તેમના ચહેરા પર ફરી એકવાર આશા જાગી છે કે ફરી એકવાર તેમના ધંધા પહેલાની જેમ ધમધમશે.

હાલ તો સરકાર દ્વારા આગામી દિવસો ધાર્મિક સ્થળો ખોલવાની વાત કરી છે, પરંતુ સરકાર કઈ રીતે આ ધાર્મિક સ્થળ ખોલવા માટે મજૂરી આપે છે અને આ માટે શું ગાઈડલાઇન તૈયાર કરે છે તેના પર તમામ લોકોની હાલ નજર રહેલી છે.

આ પણ વાંચો:-  પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગી કાર્યકરોએ ઘોડા ગાડી અને સાયકલ ફેરવીને વિરોધ કર્યો