ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, વાવાઝોડું ગુજરાત સાથે નહિ ટકરાય. આ જાહેરાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માથા પરથી સંકટ ટલ્યું છે. જોકે, વિભાગ દ્વારા આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈછે. 

- Advertisement -

ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, વાવાઝોડું ગુજરાત સાથે નહિ ટકરાય. આ જાહેરાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માથા પરથી સંકટ ટળ્યું છે. જોકે, વિભાગ દ્વારા આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની મહારાષ્ટ્ર અને ગુજરાત બંને માટે આ ખતરો હતો. પણ ગુજરાતમાં ગઈકાલથી તેની અસર શરૂ થઈ હતી. જે વાવાઝોડું ગુજરાત તરફ ત્રાટકવાનું હતું, તેનું સંકટ હવે ટળી ગયું છે. તો સાથે અન્ય રાહતના સમાચાર એ છે કે, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વાવાઝોડાની અસર દેખાશે. સૌરાષ્ટ્રમાં તેની કોઈ અસર નહિ થાય.  

હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું કે, ડીપ ડિપ્રેશન 6 કલાક બાદ સાયક્લોનમાં ફેરવાશે. 12 કલાક બાદ તે સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. જોકે, તેની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આવતીકાલે બપોર બાદ અલીબાગ અને દમણની વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. તો દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય વધુ અસર  નહિ વર્તાય. આવામાં પવનની ગતિ 100 થી 110 કિમી પ્રતિ કલાકની રહેશે.

આ પણ વાંચો:-  અમેરિકામાં 24 કલાકમાં 3332નાં મોત, કુલ મૃતાંક 50,000ને પાર