કેટલાક લોકો એવા હોય છે કે તેમને તેમની કરેલી મહેનતનું ફળ મળતું નથી.

ધનની જરૂર દરેક વ્યક્તિને પડે છે. ધન કમાવા માટે જ દરેક વ્યક્તિ દોડધામ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે તેમને તેમની કરેલી મહેનતનું ફળ મળતું નથી. આ કારણે તેમના જીવનમાં ધનની ખામી રહે છે અને આ કારણે તેમને પૈસા ઉધાર લેવા પડે છે.

- Advertisement -

જો તમારા જીવનમાં ધનની ખામી રહેતી હોય અથવા તો કોઈ નાણા ઉધાર લઈ જાય પછી પરત આપતનું ન હોય તો કયા ઉપાય કરી જીવનમાં ધન પ્રાપ્ત કરી શકાય છે.

એક લાલ પોટલી બનાવી તેમાં થોડા ઘઉં, કેસરના તાંતણા ઉમેરી મંદિરમાં રાખવી. બીજા દિવસે લોટ દળાવો ત્યારે આ પોટલની સામગ્રી અને તેમાં 11 તુલસીના પાન ઉમેરી દેવા. આ લોટ ઘરમાં ઉપયોગમાં લેવાથી ઘરમાં બરકત રહે છે. ખાસ ધ્યાન રાખવું કે આ લોટ શનિવારએ દળાવવો.

પોતાનું મકાન બનાવવા ઈચ્છા વ્યક્તિએ દરેક શુક્રવારએ કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું અને રવિવારએ ગાયને ગોળ ખવડાવવો. આમ નિયમિત કરવાથી સંપત્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત સવારે સ્નાન કર્યા પછી ‘ઓમ પદ્માવતી પદ્મ કુશી વજ્રવજ્રાંપુશી પ્રતિબ ભવંતિ ભવંતિ’ મંત્રનો જાપ કરવો.

કોઈ સંબંધીને ધન આપેલું હોય અને પાછું ન મળતું હોય તો 21 સફેદ કોડીને પીસી તેનું ચૂર્ણ બનાવી તેના દરવાજા બહાર વેખરી દેવું. આ ઉપાય 43 દિવસ સુધી કરવો. ધન પરત મળી જશે.

શનિવારના દિવસે પીપળા ઝાડનું એક પાન તોડી તેની ધૂપ દીપ સાથે પૂજા કરી તમે જે સ્થાન પર બેસતા હોય ત્યાં નીચે રાખી દેવું. આ ઉપાય સાત શનિવાર કરવાથી બઢતી થશે અને લાભ મળશે. જ્યારે સાત પાન એકત્ર થઈ જાય ત્યારે તેને નદીમાં વહાવી દેવું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

આ પણ વાંચો:-  SpiceJet લાવ્યું 1+1 ઓફર, માત્ર આટલા રૂપિયાના બુકિંગમાં મળશે એક ટિકિટ મફત

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.