અમદાવાદમાં ફરી દોડશે બસ

  • AMTS-BRTS બસથી ફરી ધબકતું થશે અમદાવાદ શહેર
  • પહેલા કરતા 50 ટકા બસ જ દોડાવાશે
  • મુસાફરોની સંખ્યા પણ અડધી જ રહેશે
  • નવ વાગે કર્ફફયુ અમલમાં આવતો હોવાથી બસ સેવા સવારે 7 થી સાંજના 7 સુધી દોડશે. મુસાફરો ડ્રાઈવર- કન્ડક્ટર માટે માસ્ક ફરજીયાત રહેશે..બધા જ બસ મથકો પર નહીં પરંતુ મુખ્ય મથકો પર સેનેટાઇઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે.

BRTS બસ

  • 14માંથી 8 રૂટ શરૂ કરાશે
  • 125 બસ જ શરૂ કરાશે
  • કન્ટેન્મેન્ટ વિસ્તારમાં બસ નહીં જાય
  • ડ્રાઇવરનું થર્મલ ગનથી ચેકીંગ કરાશે
  • મુખ્ય બસ મથક પર સેનેટાઇઝરની વ્યવસ્થા

કન્ટેન્મેન્ટ વિસ્તારમાં બસ નહીં જાય. ડ્રાઈવરનું થર્મલગનથી ચેકીંગ થશે. આ ઉપરાંત મુસાફરો માટે બસ મથક પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઇ છે. ઘણા લાંબા દિવસ બાદ અમદાવાદ શહેરમાં સિટી બસો દોડશે ત્યારે મુસાફરોનો કેવો પ્રતિસાદ મળે છે તે પણ મહત્વનું છે અગાઉ કોરોના કેસ વધ્યા ત્યારે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો હતો.

- Advertisement -
આ પણ વાંચો:-  ગુજરાતના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા