નિસર્ગ વાવાઝોડાની અસર એસટી વિભાગને પડી શકે છે. જરૂર જણાશે તો દક્ષિણ ગુજરાત તરફ જતી એસટી સેવા બંધ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન બાદ 70 દિવસે બસ સેવા શરૂ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત છે કે વલસાડ સુરત નવસારી દમણ દાદરનાગર હવેલી પર ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે.

- Advertisement -

સુરતથી વાવાઝોડું ફક્ત 425 કિમી દૂર

નિસર્ગ વાવાઝોડા
નિસર્ગ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે. સુરતથી વાવાઝોડું ફક્ત 425 કિમી દૂર છે. વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. નિર્સગ વાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કે, સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં તેમજ દમણમાં 90 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ત્યારે હવામાન વિભાગે આ વિસ્તારમાં સમુદ્રમાં ઉંચા મોજા ઉછવાની આગાહી પણ કરી છે. સમુદ્રમાં સ્થિતિ ખરાબ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જો કે નિસર્ગ વાવાઝોડાની વધુ અસર ગુજરાત કરતા મહારાષ્ટ્રમાં જોવા મળશે.

  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે હળવો વરસાદ
  • નવસારી, વલસાડ અને દમણમાં 90 કિમીની ઝડપે ફુંકાઈ શકે પવન

મુંબઈમાં આજે નિર્સગ નામનું વાવાઝોડું ટકરાશે
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આજે નિર્સગ નામનું વાવાઝોડું ટકરાશે. તેજ ગતિએ આગળ વધી રહેલું વાવાઝોડુ 120 કિલોમીટરની ગતિએ દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડના એલર્ટના કારણે એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી તો મુંબઈથી તમામ ફ્લાઈટને રદ્દ કરી દેવામાં આવી.સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી છે.

નિસર્ગ વાવાઝોડા

પાલઘર, અલીબાગ અને થાણેમાં વાવાઝોડાની અસર
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાલઘર, અલીબાગ અને થાણેમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આજે પાલઘર, થાણે અને રાયગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આ તમામ વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના નવસારી અને દમણમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. જેથી દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડને પણ એલર્ટ આપવામાં આવ્યુ છે.

  • મુંબઈમાં નિસર્ગ વાવાઝોડાનું એલર્ટ
  • 120 કિલોમીટરની ગતિએ ફુંકાશે પવન
  • પાલઘર, અલીબાગ અને થાણેમાં સૌથી વધારે વાવાઝોડાની અસર
  • મુંબઈમાં ભારે વરસાદની આગાહી, તમામ ઉડાન રદ્દ
આ પણ વાંચો:-  GTUની ઓફલાઈન પરીક્ષા સતત ત્રીજી વખત મોકૂફ રહી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાત સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.