Gujarati News, News in Gujarati – ન્યુઝ ફોર ગુજરાતી | ગુજરાત સમાચાર - News4 Gujarati

Cabinet approves government’s STARS plan for new education policy

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા બુધવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી, જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેની જાણકારી આપતા કહ્યુ કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માટે સરકારે  STARS પ્રોજેક્ટ બનાવ્યો છે. તેનો મતલબ  Strengthening teaching learning and result for states છે. 

- Advertisement -

પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, શિક્ષણમાં શું શીખવુ તે મૂળ ઉદ્દેશ્ય છે. તે માટે ઘણા કાર્યક્રમ ચલાવવામાં આવશે. તેને 6 રાજ્યોમાં વર્લ્ડ બેન્કની મદદથી ચલાવવામાં આવશે. STARS કાર્યક્રમ શિક્ષણ મંત્રાલયની હેઠળ કામ કરશે. તેમાં 6 રાજ્ય હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરલ અને ઓડિશા સામેલ છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટનો ખર્ચ 5718 કરોડ રૂપિયા છે. તેમાં વિશ્વ બેન્ક 500 મિલિયન ડોલરની મદદ આપશે. 

આ સિવાય કેબિનેટે જમ્મૂ અને કાશ્મીર, લદ્દાખ માટે પણ વિશેષ પેકેજને મંજૂરી આપી છે. સરકારે દીનદયાલ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 520 કરોડના પેકેજની જાહેરાત કરી છે. 

સરકારે મિનરલ ડેવલોપમેન્ટ કંપની નેશનલ મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (એનએમડીસી) અને નગરનાર સ્ટીલ પ્લાન્ટના ડીમર્જરને પણ મંજૂરી આપી દીધી છે. ડીમર્જર એપ્રિલ સુધી પૂરુ થશે. છત્તીસગઢના નગરનાર સ્ટીલ પ્લાન્ટનો બાદમાં બિનિવેશ થશે, જે સપ્ટેમ્બર 2021 સુધી થશે. આ સિવાય કેન્દ્રીય કેબિનેટે ભારતીય સામરિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડના હાલના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડરની વાણિજ્યિ વ્યવહારિતા વધારવા માટે ‘એનડીએનઓસી મોડલ  ( ADNOC Model )’ના સંશોધનને મંજૂરી આપી છે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, કેબિનેટે વિદેશી બજારમાંથી સસ્તા દર પર કાચુ તેલ ખરીદવા માટે પેટ્રોલિમયને 3874 કરોડ રૂપિયાની ફાળવણી મંજૂર કરી છે. તેમણે જણાવ્યું કે, યૂએઈની અબુધાબી નેશનલ ઓયલ કંપીએ ભારતમાં મોટા પાયા પર તેલ ભંડાર રાખ્યા છે. તે માટે કંપની ખર્ચ ભોગવી રહી છે. તેનાથી ભારતની તુલ સુરક્ષા વધી છે. તેથી સરકારે તેના સ્ટોરેજ કેન્દ્રમાં કારોબારને સરળ બનાવવા માટે ઘણા જરૂરી ફેરફારોને મંજૂરી આપી છે.

આ પણ વાંચો:-  વરસાદ, જોરદાર પવન અને ઉંચી ભરતી ... જુઓ અમ્ફાન ટકરાતા પહેલા નો વિડિયો, બંગાળ-ઓડિશા નો નજારો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

 

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!<