એક તરફ ચીને ભારત સાથેની લદ્દાખ સરહદ પર સૈનિકો તૈનાત કરીને વિવાદ ઉભો કર્યો છે. તો બીજી તરફ ચીને દક્ષિણ ચીન સાગર અને હિંદ મહાસાગરમાં પોતાની ગતિવિધી તેજ કરી છે. ચીને દક્ષિણ ચીન સાગરમાં કૃત્રિમ ટાપુઓનું નિર્માણ કરીને ત્યાં પોતાના યુદ્ધ વિમાનોની સ્કવોડ્રન તૈનાત કરી છે. તો બીજી તરફ એડનની ખાડીમાં ચીને એન્ટી પાયરેસી એસ્કોર્ટ ફોર્સ તૈનાત કરી છે.

- Advertisement -

મહામારીનો ફાયદો ઉઠાવી રહ્યુ છે ચીન

તદ્ઉપરાંત હિંદ મહાસાગરમાં તેની નેવીના સાત યુદ્ધજહાજ પેટ્રોલિંગ કરી રહ્યા છે. એટલું જ નહીં ચીનના ચારથી પાંચ ખોજી જહાજ હિંદ મહાસાગરમાં ઉપસ્થિત છે. કોરોના વાયરસની મહામારીનો ફાયદો ઉઠાવીને ચીન સમુદ્રમાં પોતાની સૈન્ય સ્થિતિ મજબૂત કરવામાં લાગ્યું છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીન પોતાની સમુદ્રી સરહદમાં અને બહાર નેવીના સૈનિકો, યુદ્ધ જહાજો, ખોજી જહાજ અને અન્ય હથિયારોની મોટા પાયે તૈનાતી કરી રહ્યું છે.

બંને દેશોની નેવીની ગેરહાજરી વર્તાઇ

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે અમેરિકા અને ફ્રાન્સની નેવી પ્રભાવિત થઇ હોવાથી આ વિસ્તારોમાં બંને દેશોની નેવીની ગેરહાજરી વર્તાઇ રહી છે. જ્યારે અમેરિકા અને ફ્રાન્સના યુદ્ધ જહાજ જ્યાંથી હટી ગયા છે, ત્યાં ચીન કબ્જો કરવામાં લાગ્યું છે. એટલું જ નહીં ચીને દક્ષિણ ચીન સાગર પર પોતાના યુદ્ધ વિમાનોની સર્વિલાન્સ ફ્લાઇટ પણ વધારી દીધી છે. આ વિમાન સમુદ્રમાં રહેલા વિદેશી યુદ્ધ જહાજોની જાસૂસી કરે છે.

વિવાદ વધુ ઘેરાઇ રહ્યો છે

ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ સરહદે ચાલી રહેલો વિવાદ વધુ ઘેરાઇ રહ્યો છે. ઘણા તબક્કાની વાતચીત બાદ પણ તણાવમાં કોઇ ઘટાડો નોંધાયો નથી. કારણ કે, સ્થિતિને જોતા ભારતીય સેના અને આઇટીબીપીના વધુ જવાનોને લદ્દાખમાં LAC તરફ રવાના કરવામાં આવ્યા છે. જ્યાં પહેલેથી ભારત અને ચીનની સેના આમને સામને છે.

આ પણ વાંચો:-  લગ્નના પ્રથમ છ મહિના દરમિયાન અમે માત્ર 21 જ દિવસ સાથે રહ્યા હતાઃ અનુષ્કા શર્મા

લદ્દાખ સરહદે મોકલવામાં આવ્યા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીનની સેનાની બરાબરી કરવા માટે સૈનિકોની સંખ્યા વધારવામાં આવી રહી છે. એક ન્યૂઝ વેબસાઇટે રજૂ કરેલા અહેવાલમાં આ વાત જણાવાવમાં આવી છે. શરૂઆતમાં ભારત તરફથી રિઝર્વ સૈનિકોને લદ્દાખ સરહદે મોકલવામાં આવ્યા હતા, પરંતુ હવે સૈનિકોને જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ મોકલવામાં આવી રહ્યા છે.

સરહદ પર સેનાની તૈનાતી

સૂત્રોનું કહેવું છે કે, સુરક્ષાદળોના જે જવાન જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370ને નિરસ્ત કર્યા બાદ ત્યાં કાયદો વ્યવસ્થા માટે તૈનાત કરાયા હતા. હવે તેમને તેમના મૂળ યુનિટમાં પરત બોલાવી લેવામાં આવ્યા છે. ચીન સાથેની સંવેદનશીલ સરહદ પર સેનાની તૈનાતી છે. જ્યારે કે બાકીના સ્થળો પર આઇટીબીપી તૈનાત રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here