દુનિયામાં સુપરપાવર બનવાના સપના જોઈ રહેલા ચીન સામે માત્ર અમેરિકા અને કોરોના વાયરસ જ મોટો પડકાર છે એવુ નથી. ચીનના નાકમાં માત્ર 23 વર્ષના એક છોકરા એ જ દમ કરી નાખ્યો છે. હોંગકોંગમાં પોતાનું ધાર્યુ કરવાના બદઈરાદા ધરાવતા ચીન સામે આ યુવાન એક મજબુત દિવાલ બનીને ઉભો છે. હોંગકોંગના એકવડિયા બાંધાના આ યુવા નેતાનું નામ છે જોશુઆ વોન્ગ.

- Advertisement -

એક વર્ષ અગાઉ હોંગકોંગના વહીવટીતંત્રે એક બિલ રજૂ કર્યું હતું, જે મુજબ હોંગકોંગમાં પ્રદર્શન કરતા લોકોને ચીનમાં લઈ જઈને કેસ ચલાવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. હોંગકોંગમાં યુવાનોને આ બિલમાં ચીનના બદઇરાદાની ગંધ આવી અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા. હકીકતમાં હોંગકોંગ ચીનનો હિસ્સો હોવા છતાં સ્વતંત્ર વહીવટી એકમનો દરજ્જો ધરાવે છે. હોંગકોંગ ચીનનો વિશેષ વહીવટી વિસ્તાર કહેવાય છે.

જોશુઆએ આ પ્રદર્શનકારકોનું નેતૃત્વ કર્યું અને સરકારને બિલ પાછું ખેંચવાની ફરજ પડી હતી. એક વર્ષ પછી પણ હજુ પ્રદર્શન ચાલુ છે. લાખો લોકોએ પોતાના અધિકારીઓ માટે અવાજ બુલંદ કર્યો છે અને તેઓ વધારે લોકતાંત્રિક અધિકારો માંગી રહ્યાં છે. જોશુઆના રાજકીય પક્ષ ડોમેસિસ્ટોના મોટા ભાગના નેતાઓની વય 20થી 25 વર્ષ વચ્ચે છે.

જોશુઆ વૉંગ ચી-ફંગ હોંગકોંગમાં લોકતંત્ર સ્થાપિત કરનારી પાર્ટી ડેમોસિસ્ટોના જનરલ સેક્રેટરી છે. રાજકારણમાં આવતા અગાઉ તેમણે એક વિદ્યાર્થી જૂથ સ્કોલરઝિમની સ્થાપના કરી હતી. વૉંગ વર્ષ 2014માં પોતાના દેશમાં આંદોલન કરવાને કારણે દુનિયાની નજરમાં આવ્યો અને આંતરરાષ્ટ્રીય મેગેઝિન ટાઇમે એનું નામ 2014ના સૌથી પ્રભાવશાળી યુવાનોમાં સામેલ કર્યું હતું. વર્ષ 2015માં ફોર્ચ્યુન મેગેઝિને પણ એને દુનિયાનાં મહાન નેતાઓમાં સામેલ કર્યો હતો. વોંગને ફક્ત 22 વર્ષની વયે વર્ષ 2018ના નોબેલ પીસ પ્રાઇઝ માટે ઉમેદવાર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.

વૉંગને એમના બે સાથી કાર્યકર્તાઓ સાથે ઓગસ્ટ, 2017માં કારાવાસમાં મોકલી દેવાયો હતો. એના પર વર્ષ 2014માં સિવિક સ્ક્વેયર પર કબજો કરવાનો આરોપ મૂક્યો હતો. પછી જાન્યુઆરી, 2018માં તેમની 2014ના વિરોધપ્રદર્શનના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોશુઆનું કહેવું છે કે, તાજેતરમાં નેશનલ સીક્યોરિટી કાયદા અગાઉ પ્રત્યાર્પણ કાયદાથી વધારે ખરાબ છે.

આ પણ વાંચો:-  ગુજરાત : રાજ્યમાં કોરોનાના વધુ 391 કેસ, 34ના મોત, 191 દર્દી ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 659 થયો