Gujarati News, News in Gujarati – ન્યુઝ ફોર ગુજરાતી | ગુજરાત સમાચાર - <a href="https://news4gujarati.com/tag/news4-gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news4 gujarati">News4 Gujarati</a>

China’s reputation at the UN, 39 powerful countries take the dragon on this issue

દુનિયાના સૌથી મોટા મંચ પર ચીન(China) ને જોરદાર લપડાક પડી છે.સંયુક્ત રાષ્ટ્ર સંઘ માં હોંગકોંગ, તિબ્બત અને ઘરઆંગણે ઉઈગર મુસલમાનોના માનવાધિકારને કચડી નાખવાના મુદ્દે લાંબા સમયથી દુનિયાની ટીકાનો સામનો કરી રહેલા ચીન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના અધિવેશનમાં 39 દેશોએ અવાજ ઉઠાવતા ફટકાર લગાવી છે. 

- Advertisement -

UN સમિટમાં લગભગ 40 પશ્ચિમ દેશોએ ચીની HR પોલીસી અને લઘુમતી સમુદાયોની સાથે ચીનના વર્તનને લઈને શી જિનપિંગની સરકારને આડે હાથ લીધી. શિનજિયાંગ અને તિબ્બતની માનવાધિકાર પોલીસી વિશે થયેલા મંથનમાં ચીનને પછડાટ ખાવાનો વારો આવ્યો. મંગળવારે આયોજિત આ સમિટમાં હોંગકોંગમાં લાગુ કરાયેલા ચીનના નવા વિવાદિત રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના પ્રભાવ ઉપર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ. 

અમેરિકા (USA), યુરોપીયન દેશો (EU)ની સાથે સાથે જાપાને (Japan) પણ UNના મંચથી ચીનના વિસ્તારવાદી એજન્ડા અને સંબંધિત ક્ષેત્રોમાં ગેરકાયદેસર રીતે ચીની હસ્તક્ષેપ કે ઘૂસણખોરી પર નારાજગી વ્યક્ત કરી છે. તમામ દેશોએ એકસૂરમાં કહ્યું કે શું ચીનને આ બધુ કરવાની છૂટ મળવી જોઈએ? કે પછી તેને રોકવાનો કોઈ રસ્તો કાઢવા પર બધાએ ભાર મૂકવો જોઈએ. 

યુએન માનવાધિકાર ચીફ મિશેલ બચેલેટ સહિત તમામ દેશોએ ચીની ડિટેન્શન સેન્ટર્સ પર ઉઈગર મુસલમાનો સાથે થઈ રહેલા જુલ્મ અને અત્યાચારની સાથે અન્ય લઘુમતી સમુદાયોના ઉત્પીડન વિશે પણ અવાજ બુલંદ કરતા ચીનની ચારેબાજુથી ઘેરાબંધી કરી. 

સંયુક્તરાષ્ટ્ર સંઘની માનવાધિકાર કમિટીની બેઠકમાં સામેલ દેશોએ સંયુક્ત રીતે નિવેદન  બહાર પાડતા ચીનને પોતાની માનવાધિકાર નીતિ પર ધ્યાન આપીને લઘુમતી સમુદાયોનું ઉત્પીડન બંધ કરી પોતાનું વલણ સુધારવાનું કહેવાયું. 

હોંગકોંગમાં લાગુ થયેલા વિવાદાસ્પદ ચીની સુરક્ષા કાયદાને હોંગકોંગની ન્યાયપાલિકમાં હસ્તક્ષેપ ગણાવતા હાલાત સામાન્ય કરવા જણાવ્યું છે જેથીકરીને અનેક વર્ષો પહેલા ચીને કરેલા વાયદાનું માન જળવાઈ રહે. સંયુક્ત નિવેદન બહાર પડ્યા બાદ યુએનમાં જર્મનીના રાજદૂત ક્રિસ્ટોફ હ્યુજેને કહ્યું કે આજે માનવાધિકારો માટે એક મોટી આશા ઊભી થઈ છે, જે ચીનમાં ઉઈગર મુસલમાનોમાટે પણ મોટી આશા છે. 

આ પણ વાંચો:-  અમદાવાદના નવરંગપુરામાં 15 દિવસથી ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

અમેરિકા, જાપાન, અને તમામ યુરોપીયન દેશોએ શિનજિયાંગમાં આંતરરાષ્ટ્રીય પર્યવેક્ષક મોકલવાની વકિલાત કરતા ચીનને હોંગકોંગની આઝાદી બહાલ કરવા જણાવ્યું છે. આ બાજુ ચીનની તમામ નાપાક હરકતોમાં સાથ આપતા પાકિસ્તાને અહીં પણ ચીનને સાથ આપ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

- Advertisement -