અમરેલીના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમા વરસાદ પડ્યો

અમરેલીના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમા વરસાદ પડ્યો. રાજુલા શહેરમા ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. રાજુલા ના મોટા આગરીયા, નવા આગરીયા જેવા ગ્રામ્ય વિસ્તારમા વરસાદ થયો. તો ખાંભાના ઈગરોળા, ભાવરડી,નાનુડી ચતુરી જેવા ગામોમા પણ વરસાદ પડ્યો. રાજુલાના હિડોરાણા, ખાખબઇ કડીયાળી, સતડીયા અને વડ વિસ્તારમા ઘનઘોર વાદળો વચ્ચે વરસાદ વરસ્યો. ઘોઘમાર વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. સતત વરસતા વરસાદથી ઘરતી પુત્રો ગેલમાં જોવા મળ્યા.

- Advertisement -

ગોંડલમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ

તો ગોંડલમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવનના લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા જેના લીધે કેટલાક માર્ગો બ્લોક થયા હતા.

પંચમહાલમાં શહેરાના વાતાવરણમાં એકાએક પલટો

પંચમહાલમાં શહેરાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. સવારથી અહીયા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને શહેરમાં ધીમા ધીમા વરસાદી છાંટા પણ શરૂ થયા છે. જેના કારણે સમગ્ર શહેરામાં ઠંડક પ્રસરી જવા પામી છે. મહત્વનું છે કે વરસાદી છાંટા શરૂ થતા અસહ્ય ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી હતી.

મહીસાગર જિલ્લામાં મેઘરાજાનું આગમન

મહીસાગર જિલ્લામાં મેઘરાજાનું આગમન થયુ. જિલ્લાના લુણાવાડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. બે દિવસ વાદળ છાયા વાતાવરણ બાદ આજે બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતાની સાથે શહેરમાં વીજળી ગુલ થઇ હતી. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

અલંગના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ

આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. બપોર બાદ શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો આ તરફ અલંગના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. તો તળાજા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ગતિએ વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયાની વકી ખેડૂતોમાં સેવાઈ રહી છે

આ પણ વાંચો:-  CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે Unlock-3ની જાહેર થયેલી ગાઈડલાઈન સંદર્ભે મહત્વની બેઠક

વિજયનગરના વાતાવરણમાં એકાએક પલટો

સાબરકાંઠામાં વિજયનગરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. વિજયનગર તાલુકામાં વરસાદે આગમન કર્યું છે. અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જેના કારણે ગરમી કંટાળેલા લોકોએ અહીયા રાહતનો શ્વાસ લીધો છે.

શાપર વેરાવળમાં વરસાદનું આગમન

રાજકોટના શાપર વેરાવળમાં વરસાદનું આગમન થયું છે. ધીમી ધારે અહીયા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ગરમીને કારણે અહીયા સૌ કોઈ અકળાયા હતા. પરંતુ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીઘો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.