દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબીયત ખરાબ થઈ ગઈ છે. સીએમ કેજરીવાલને હળવો તાવ છે અને ગળામાં ખરાબની ફરિયાદ છે. તેમને કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. 

- Advertisement -

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબીયત ખરાબ થઈ ગઈ છે. સીએમ કેજરીલાલને કાલથી હળવો તાવ અને ગળામાં ખારાશની ફરિયાદ છે. હવે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. કાલે બપોરથી બધી બેઠક રદ્દ કરી દેવામાં આવી છે અને સીએમ કેજરીવાલે કોઈ સાથે મુલાકાત કરી નથી. તેમણે ખુદને આઇસોલેટ કરી દીધા છે. 

ઉલ્લેખનીય છે કે દિલ્હીની કેજરીવાલ સરકારે હોસ્પિટલોની વહેંચણી કરી હતી. કેજરીવાલ સરકારની કેબિનેટે નિર્ણય કર્યો હતો કે દિલ્હીની હોસ્પિટલ, ભલે તે સરકારી હોય કે ખાનગી તેમાં હવે માત્ર દિલ્હીવાસીઓની સારવાર થશે. દિલ્હીમાં રહેલી કેન્દ્રની હોસ્પિટલોમાં માત્ર દિલ્હીની બહારના લોકોની સારવાર થશે. 

સીએમ અરવિંદ કેજરીવાલે ખુદ તેની જાહેરાત કરી હતી. દિલ્હી સરકારને ડોક્ટર મહેશ વર્માની કમિટીએ આ ભલામણ કરી હતી. આ સિવાય દિલ્હી સરકાર પ્રમાણે, તેણે દિલ્હીના લોકોનો પણ મત જાણ્યો છે અને દિલ્હીની જનતાના મત પર સરકારે મહોર લગાવી છે. દિલ્હી સરકારની હોસ્પિટલમાં માત્ર દિલ્હીના લોકોની સારવાર થશે. 

મહત્વનું છે કે દિલ્હીમાં કલ દર્દીઓનો આંકડો 27 હજાર 654 છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. તો અત્યાર સુધી 716 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં હાલ 219 કન્ટેઈનમેન્ટ ઝોન છે. આ આંકડા ડરાવનારા છે. દેશની રાજધાનીમાં એક જૂન બાદ દરરોજ 1200થી વધુ કેસ આવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  અમદાવાદ રેલવે સ્ટેશન બેગેજ સેનેટાઈઝેશન અને રેપિંગ મશીન મૂકનારું દેશનું પ્રથમ સ્ટેશન બન્યું