કોરોનાને કારણે બંધ પડેલું જનજીવન અનલોકનાં તબક્કામાં ફરીથી નોર્મલ થવાના પ્રયાસ કરી રહ્યું છે. ન્યુ નોર્મલ સાથે આજે સચિવાલય પણ ફરીથી ખુલ્યું હતું. સીએમ રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલ સહિતનાં મંત્રીઓ અને અધિકારીઓએ આજે સચિવાલયથી પોતાના કામકાજની શરૂઆત કરી છે. આ પહેલાં સીએમ નીતિન પટેલ સહિતનાં મંત્રીઓએ 2 મિનિટનું મૌન પાળીને કોરોનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, કાર્યારંભ કરતાં પૂર્વે સ્વર્ણિમ સંકુલ-૧ના પરિસરમાં વૈષ્ણવજન ગાન શ્રવણ સાથે પ્રવેશ કર્યો હતો અને બે મિનીટનું મૌન પાળી વૈશ્વિક મહામારી કોરોનામાં જાન ગૂમાવનારા દિવંગત વ્યકિતઓ પ્રત્યે આદરાંજલિ અર્પણ કરી હતી. રાજ્યના પ્રજાજનો-નાગરિકોના જનહિત કાર્યો અને પ્રજાલક્ષી નિર્ણયોને વેગવાન બનાવી જનજીવન પૂન: ધબકતું કરવાની પ્રતિબદ્ધતા સાથે રોજિંદા કામકાજનો પ્રારંભ કર્યો છે.

કોરોનાના મૃતકોને CMની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સમયે ડે.CM નીતિન પટેલ, વિભાવરીબેન દવે હાજર રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના સામે લડવા સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. કોરોના અંગે સતત બેઠક ચાલી રહી છે. તમામ મંત્રી અને સચિવ સ્વર્ણિમ સંકુલમાં હાજરી આપશે.સંવેદના સાથે સરકારે કામ ચાલુ કર્યું છે. શાળા સંચાલકો સાથે ચર્ચા કરી શરૂ કરવા નિર્ણય કરાશે.

આ પણ વાંચો:-  ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 179 થયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here