28.1 C
Gujarat
Sunday, May 22, 2022

Latest Posts

વિજયનગર તાલુકા સહિત સાબરકાંઠા જિલ્લામાં તરબૂચના વાવેતરનો પ્રારંભ

વિજયનગર,
તા. 17

વિજયનગર સહિત જિલ્લામાં તમામ ૮ તાલુકામાં તડબુચનું વાવેતર પ્રારંભ
થઇ રહ્યો છે. ખૂબ ઓછા સમયમાં પાકતા તડબૂચની ખેતી તરફ ઝોક વધતા આજકાલ ખેડૂતો અદ્યતન
ઢબે તરબૂચ વાવેતર કરવા જઈ રહ્યા છે.અલબત્ત
,આ ખેતીની
માવજત મોંઘી અને એની જાળવણી પણ ખર્ચાળ છે છતાં જે ખેડૂતોને સારો અનુભવ છે તેઓ સાહસ
કરી છેલ્લા દસકાથી આ ખેતી તરફ વળ્યા છે.

હજુ આ વર્ષે જવે વાવેતર થવા જઈ રહ્યું છે પરંતુ ગયા વર્ષના કૃષિ
વિભાગના સત્તાવાર આંકડામુજબ વીતેલા વર્ષમાં સાબરકાંઠા જિલ્લામાં ૧૯૭૦ હેકટરમાં તડબૂચ
નું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ૪૪૫૨૨ ટનનું ઉત્પાદન નોંધાયું હતું.

જિલ્લામાં તાલુકાવાર સ્થિતિ જોઈએ તો વર્ષ.૨૦૨૦-૨૧માં હિંમતનગર તાલુકામાં સૌથી વધ ુ૪૬૫ હેક્ટરમાં તરબુચનું
વાવેતર થયું હતું અને એનું ૧૧૧૯૦ ટન ઉત્પાદન થયું હતું.

જ્યારે સૌથી ઓછી પોશીના તાલુકામાં માત્ર બે હેકટરમાં જ વાવેતર
હતું અને ૪૫ ટન તરબૂચનો ઉતારો મળ્યો હતો.અન્ય તાલુકામાં જોઈએ તો ઇડર તાલુકમ ૨૬૫ હેકટરમાં
કરેલા વાવેતર સામે ૫૯૮૭ ટન ઉત્પાદન મળ્યું હતું.વડાલી તાલુકામાં ૪૩૨ હેકટર વાવેતર સામે
૯૭૩૯ ટન તરબૂચ પાક્યા હતા
.ખેડબ્રહ્મા તાલુકામાં
૩૦ હેકટરમાં વાવેતર થયું હતું અને ૬૭૮ ટન ઉત્પાદન થયું હતું.વિજયનગર તાલુકમાં ૧૩૨ હેકટરમાં
વાવેતર થયું હતું અને ૨૯૮૦ ટન ઉત્પાદન મળ્યું હતું.

આ પણ વાંચો:-  અકસ્માત જીવલેણ બન્યા:કચ્છમાં અકસ્માત-અપમૃત્યુની 8 ઘટનામાં 2 મહિલા સહિત 7 મોત

તલોદમાં ૧૧૦ હેકટર સામે ૨૪૮૯ ટન અને પ્રાંતિજ તાલુકામાં ૫૦૫
હેકટર સામે ૧૧૪૧૪ ટન તરબુચનું ઉત્પાદન થયું હતું.જિલ્લા સરેરાશ તરબુચની ઉત્પાદકતા ૨૨.૬૦
ટકા રહી હતી.

તડબુચનું ઉત્પાદન ધાર્યું થતું ન હોવા છતાં ખેડૂતનો જીવ છે,કઈક કરવું અને મથામણ
કરી પકવે છે
, સ્થાનિક કક્ષાએ
ભાગ્યે જ સારા ભાવ મળે છે એટલે કેટલાક અનુભવી ખેડૂતો પરપ્રાંતમાં વેપારીઓ સાથે સોદા
કરી ભાવ મળે તેમ હોય ત્યાં તડબૂચ નિકાસ કરી
તડબુચની આ ખેતીને જીવંત રાખવા મથી રહ્યા છે.ખેડૂતને ખેતી કરવી
છે
, મ્હેન્ટમાં
ય કચાશ છોડવી નથી પણ નસીબ બે ડગલાં આગળ જ દોડતું રહે છે અને જે નવું કરે.સારું કરે
પણ બજારે બરબાદ થવાની દયનિય હાલત સામે જ ઉભી હોય છે. છતાં આ વર્ષે હજુ તડરબૂચ વાવણી
શરૂ થઈ છે અને માવજતમાં ય કશી કમી ન રાખતા ભૂમિપુત્રો સારું મળે એવી આશા સાથે આ ખેતીમાં
પણ પૂરો રસ દાખવી રહ્યાં છે

.

માઇક્રોસોફ્ટ ઇનસાઇડર્સ માટે નવા Windows 11 ફીચર ડ્રોપનું પરીક્ષણ કરે છે; વિગતો અહીં

સાન ફ્રાન્સિસ્કો: ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે રીલીઝ પ્રીવ્યુ ચેનલમાં ઈન્સાઈડર્સ માટે નવું વિન્ડોઝ 11 પ્રીવ્યુ બિલ્ડ રોલ આઉટ કર્યું છે, જે ડેવલપર અને બીટા ચેનલ્સમાં...

LPG સબસિડી: સરકારે દરેક ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરી, જાણો કેવી રીતે તમે લાભ મેળવી શકશો

મોંઘવારીથી મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. માહિતી આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું...

પેગાસસ જાસૂસી કેસ: અત્યાર સુધીમાં 29 મોબાઈલની તપાસ, SCએ વધુ એક મહિનાની મુદત આપી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે પેગાસસ જાસૂસી કેસમાં તપાસ પૂર્ણ કરવા માટે વધુ એક મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કોર્ટ દ્વારા નિયુક્ત પેનલને તપાસ...

Latest Posts

Don't Miss