રાજ્યસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટાનો દોર ચાલી રહ્યો છે

રાજ્યસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટાનો દોર ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્રમાંથી વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે તમામ ધારાસભ્યોને રાજકોટના એક રિસોર્ટમાં એકઠા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, અને મોહમદ પીરજાદા ગઇકાલે રાત્રિના સમયે જ પહોંચી ગયા છે. તો કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ તેમજ અન્ય ધારાસભ્યો પણ પહોંચ્યા છે. ત્યારે આ વચ્ચે ધારાસભ્ય લલિત વસોયા ની લપસી જીભ હતી.

- Advertisement -

પોતાના સહિત સૌરાષ્ટ્રના પાટીદાર ધારાસભ્યોના નામ લઈને તેઓએ વિવાદિત નિવેદન આપ્યું

પોતાના સહિત સૌરાષ્ટ્રના પાટીદાર ધારાસભ્યોના નામ લઈને તેઓએ વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં પક્ષ બદલવાની વાત પર શંકા પેદા કરે છે. તેઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું કે, આજેય નહિં અને ભવિષ્યમાં પણ નહિં હું , કિરિટભાઈ કે લલિતભાઈ કે પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસમાં જવાનું વિચારી પણ ન શક્યે. કોઈ પાટીદાર ધારાસભ્ય કોંગ્રેસની અંદર ન જાય ! આમ પોતે કોંગ્રેસમાં હોવા છતાં આ પ્રકારનું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. આ નિવેદન પરથી એક સવાલ થાય છે કે શું કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા પણ પક્ષ બદલવાની તૈયારીમાં છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  રાજકોટની જેલમાંથી હત્યાનાં કેદીએ ફોન કરીને અનેકવાર માંગ્યા રૂપિયા, ત્રાસથી ઘર પણ વેચી નાંખ્યું