રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં તોડજોડની રાજનીતિના ભણકારા વાગી રહ્યાં છે. કોંગ્રેસ ના કરજણના ધારાસભ્ય સંપર્ક વિહોણા બન્યાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે. ત્યારે બીજી તરફ, કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ધારાસભ્યોના રાજીનામાં અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે, અક્ષય પટેલના જે ખબર મળ્યાં છે તે પાયાવિહોણા છે. તેને અધિકૃત સમર્થન નથી. કોરોના મહામારીની શરૂઆત હતી, ત્યારે ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભ્રષ્ટાચારના ભંડોળથી ખરીદવાનો પ્રયાસ કર્યા હતા. 

- Advertisement -

રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ અને સીએમઓ બેઠેલા કૈલાશનાથન જેવા અધિકારીઓ મહામારીથી લોકોને બચાવવાનો બદલે રાજકીય રીતે પીએમની સૂચનાથી ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. કૈલાશનાથન જેવા અધિકારીઓઓનો ઉપયોગ કરી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ અને લાંચ આપવાનો પ્રયાસ કરે છે. એના પૂરતા પુરાવા છે.

રાજકીય રીતે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા રૂપિયાથી  જન પ્રતિનિધિઓને ખરીદવાની નીતિ

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, રાજકીય રીતે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા રૂપિયાથી  જન પ્રતિનિધિઓને ખરીદવાની નીતિ નહિ ચાલે. ગમે તેવું પ્રેશર કરે પણ અમારો વિશ્વાસ છે કે અમારા બંને ઉમેદવારોનો વિજય થશે. ઘણા સમયથી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અધિકારીઓ લાલચ આપી રહ્યા છે. આજે ધારાસભ્યોની બેઠક છે. પાંચ ધારાસભ્યોએ મીટિંગમાં ન આવવા રજા લીધી છે.

આઇપીએસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ

કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા અંગે અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા સરકારી તંત્રનો ઉપયોગ થાય છે. અક્ષય પટેલ ઉપર કેસ કરવામાં આવ્યા છે. કૈલાશનાથન જેવા અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરે છે. અમારી પાસે બંને સીટ જીતવાની સંખ્યા અને રણનીતિ છે. જીતુ ચૌધરી અને અક્ષય પટેલ સાથે ગઈકાલે વાત થઈ હતી. 

અત્યારે કોઈ ધારાસભ્યએ રાજીનામુ નથી આપ્યું. કોરોના મહામારીના સમયમાં અમારા ધારાસભ્યો લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે. અમારી મીટિંગ બાદ અમે નક્કી કરીશું કે આગામી સમયમાં કેવી રીતે કામ કરીશું. 

આ પણ વાંચો:-  RTO એજન્ટ હોવાનું કહી ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.