<a href="https://news4gujarati.com/tag/gujarati-news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati News">Gujarati News</a>, News in Gujarati – ન્યુઝ ફોર ગુજરાતી | ગુજરાત સમાચાર - <a href="https://news4gujarati.com/tag/news4/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news4">News4</a> Gujarati

Conspiracy to incite violence in UP exposed, Yogi govt minister makes a big statement

હાથરસ કાંડ (Hathras Case) ની આડમાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ને હિંસાની આગમાં હોમી દેવા માટે ‘જસ્ટિસ ફોર હાથરસ’ નામની વેબસાઈટ બની હોવાનો ખુલાસો થયા બાદ એકવાર ફરીથી રાજકારણ ગરમાયુ છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ મામલાને ગંભીરતાથી લેતા વેબસાઈટ બંધ કરાવ્યા બાદ મામલાના મૂળિયા સુધી પહોંચવાની કોશિશમાં લાગી હોવાનો દાવો કર્યો છે. 

- Advertisement -

ઉત્તર પ્રદેશના કાયદા અને ન્યાય મંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે વેબસાઈટ બનાવવાનો મામલો સરકારના ધ્યાનમાં છે. વેબસાઈટને સુરક્ષા કારણોસર બંધ કરી દેવાઈ છે. તેની તપાસ થઈ રહી છે. 

મંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસ્થા બગાડવાના સતત ષડયંત્ર થઈ રહ્યા છે. યુપી વિકાસ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે જે કેટલાક લોકોને પસંદ નથી. આવા લોકોનો જલદી પર્દાફાશ કરવામાં આવશે. આ મામલે હજુ પણ તપાસ બાદ મોટી કાર્યવાહી કરાશે. 

કોંગ્રેસ સતત આક્રમક

બીજી બાજુ કોંગ્રેસ હાથરસ કેસને લઈને સતત ભાજપની યોગી સરકાર પર હુમલા કરી રહી છે. સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ કહ્યું કે સરકાર પાસેથી જાણવા માંગુ છું કે શું ગોરખપુર, હાથરસ, સહિત દરેક જગ્યાએ જે ઘટનાઓ ઘટી રહી છે તે બધુ ષડયંત્ર છે?

તેમણે ભાજપ પર દેશને ગુમરાહ  કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે પીડિતાના મૃતદેહના રાતોરાત અંતિમ સંસ્કાર કરીને સરકાર તથ્યો છૂપાવવાની કોશિશ કરી રહી છે. લલ્લુએ કહ્યું કે સરકારે છેલ્લા કેટલાક સમય દરમિયાન ત્રણ કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે પરંતુ હજુ સુધી તપાસ શરૂ થઈ નથી. તેમણે કહ્યું કે વેબસાઈટ બનાવનારા કોણ છે? તેના નામ સરકાર જાહેર કરે.

આ પણ વાંચો:-  રોજગાર માટે મોટા શહેરોમાં પાછા ફરવા લાગ્યા શ્રમિકો

હાથરસ કાંડની આડમાં યુપી જ નહીં પરંતુ સમગ્ર દેશને હિંસાની આગમાં હોમવાની કોશિશ ચાલુ હતી. આ માટે અમેરિકાની જેમ મોટા પાયે પ્લાનિંગ થઈ રહ્યું હતું. ‘જસ્ટિસ ફોર હાથરસ’ નામની વેબસાઈટ બનાવવામાં આવી હતી. તેમા ભડકાઉ કન્ટેન્ટ નાખીને લોકોમાં ગેરસમજ પેદા કરવામાં આવતી હતી. એટલું જ નહીં હાથરસના નામે સમગ્ર દેશને જાતીય હિંસામાં ધકેલવાના આ ષડયંત્રને પાર પાડવા માટે વિદેશમાંથી પણ પૈસા આવ્યા હતાં. આ સાથે એવા પણ નિર્દેશ આવ્યા હતાં કે કયા સમયે, કોને અને ક્યાં નિશાન બનાવવાના છે. 

સૂત્રોનું કહેવું છે કે હાથરસ મામલાની આડમાં એમનેસ્ટી ઈન્ટરનેશનલ સરકાર સાથે બદલો લેવાની ફિરાકમાં હતી. જેણે હાલમાં જ ભારતમાં કામકાજ સમેટ્યું છે. કારણ કે સરકારે વિદેશી ફંડ વિશે મળેલી ગેરરીતિની જાણકારી મળ્યા બાદ બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હતા. એટલું જ નહીં હાથરસમાં હિંસા ફેલાવવા માટે ઈસ્લામિક દેશોથી વિપુલ પ્રમાણમાં ધન આવ્યું હતું. 

સૌથી ડરામણી વાત એ છે કે હિંસા ફેલાવવાની રીતમાં ફેરફાર. સૂત્રોનું માનીએ તો હાથરસના નામે સમગ્ર દેશને જાતીય હિંસાની આગમાં હોમવાની કોશિશ માટે માત્ર વેબસાઈટ બનાવવામાં આવી એટલું જ નહીં પરંતુ તેમાં કયા પ્રકારે હુમલો કરવાનો છે, તેની પણ જાણકારી આપવામાં આવી હતી. તેમાં માસ્ક લગાવીને હુમલો કરવો અને વહીવટીતંત્રના અધિકારીઓને પ્રદર્શન દરમિયાન નિશાન બનાવવાની વાત કરાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

- Advertisement -