દિલ્હીમાં કોરોનાથી બગડી રહેલી સ્થિતિ વચ્ચે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની એક બેઠક યોજાઈ. બેઠક બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia)એ કહ્યું કે દિલ્હીમાં 31 જુલાઈ સુધીમાં 80 હજાર બેડની જરૂર પડશે. આવામાં એલજીના નિર્ણયે દિલ્હીવાસીઓ માટે સંકટ વધારી દીધુ છે. સિસોદીયાએ કહ્યું કે દિલ્હીના સરકારી અને ખાનગી હોસ્પિટલોને દિલ્હીના લોકો માટે રિઝર્વ્ડ કરવાના દિલ્હી સરકારના નિર્ણયને રદ કરવાના પોતાના નિર્ણય પર વિચાર કરવાનો ઉપરાજ્યપાલે ઈન્કાર કર્યો છે. 

- Advertisement -

કમ્યુનિટી ટ્રાન્સમિશનના સવાલ પર સિસોદિયાએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર તરફથી બેઠકમાં ભાગ લેવા માટે આવેલા અધિકારીઓએ કોરોનાના કમ્યુનિટી સ્પ્રેડની વાતનો ઈન્કાર કર્યો છે.’ સિસોદીયાએ કહ્યું કે, ’15 જૂન સુધીમાં દિલ્હીમાં 44,000 કેસ થઈ જશે અને 6600 બેડની જરૂર પડશે. 30 જૂન સુધીમાં એક લાખ કેસ થઈ જશે અને અમને 15000 બેડની જરૂર પડશે. 15 જુલાઈ સુધીમાં 2.25 લાખ કેસ થઈ જશે અને 33 હજાર બેડની જરૂર પડશે. જ્યારે 31 જુલાઈ સુધીમાં 5.5 લાખ કોવિડ કેસ દિલ્હીમાં થાય તેવો અંદાજો છે. આવામાં 80 હજાર બેડની જરૂર પડશે.’

બેઠક અગાઉ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે અને તે જલદી મુંબઈને પાછળ છોડી શકે છે. તેમણે કહ્યું હતું કે તેની આશંકાને જોતા અમે દિલ્હીની હોસ્પિટલોને રિઝર્વ કરવાની માગણી કરી હતી જેને સ્વીકારાઈ નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  ગુજરાત યુનિવર્સિટીના બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, બાકી સેમેસ્ટરની જુલાઈમાં પરીક્ષા લેવાશે