સાબરમતી જેલમાં ફરી કોરોનાના દસ્તક જોવા મળ્યાં છે. એક કેદીને કોરોના પોઝિટિવ જણાતાં વધુ 31 કેદીના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યાં છે. જોકે, સાબરમતી જેલના પીઆરઓ, ડીવાય.એસ.પી. ડી.વી. રાણાએ જણાવ્યું હતું કે, સાવચેતી માટે આ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે. જે કેદીને કોરોના જણાયો તેની સાથે બેરેકમાં રહેલાં કેદી પૈકીના 9 કેદીના પ્રથમ તબક્કામાં ટેસ્ટ કરાવાયાં હતાં તે નેગેટિવ આવ્યાં છે. 9 કેદીને કોરોના જણાયો નથી, હવે બીજા તબક્કામાં બાકીના 22 કેદીના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યાં છે. આ તમામનો કોરોના રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે.

- Advertisement -

નવી સાબરમતી જેલમાં વિવેદાનંદનગર પોલીસ સ્ટેશનના ગુનાના કાચા કામના આરોપીને કોરોનાના લક્ષણો જોવા મળ્યાં હતાં. આ કેદીનો રિપોર્ટ કરાવતાં તેને કોરોના હોવાનું જણાયું હતું. સ્ટાફના સંપર્ક દરમિયાન કોરોનાગ્રસ્ત થયેલા કેદી સાથે બેરેકમાં રહેલાં અન્ય કેદીઓના મેડિકલ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પહેલા તબક્કામાં 9 કેદીના કોરોના રિપોર્ટ નીલ આવ્યાં છે. જ્યારે, બીજા 22 કેદીના ટેસ્ટ લેવાયાં છે અને રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, સાબરમતી જેલમાં પોલીસ સ્ટેશનોમાંથી મૂકી જવાયેલાં એક ડઝન જેટલા કેદીને અત્યાર સુધી કોરોના પોઝિટિવ આવતાં સારવાર અપાઈ છે. બે જેલ કર્મી પણ કોરોનાની ઝપટમાં આવી ગયાં હતાં. સાબરમતી જેલના સંચાલકોએ કેદીઓ અને જેલ સ્ટાફમાં કોરોના પ્રસરે નહીં તે માટે સાવચેતીરૂપ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના ગુનામાં આવેલાં કેદીને ચિહ્નો જોવા મળતાં મેડિકલ ટેસ્ટ કરાવાતાં તેને કોરોના જણાયો હતો. આ કેદીને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે બે જેલ કર્મચારી PPE સૂટ પહેરીને સાથે ગયાં હતાં. આમ છતાં, જેલ તંત્રના અધિકારીઓએ સાવચેતી ખાતર PPE સૂટ પહેરીને કેદીને લઈ ગયેલાં બન્ને જેલ કર્મચારીને હોમ કોરેન્ટાઈન કરી એક અઠવાડિયું આરામ પર ઉતાર્યાં છે.

આ પણ વાંચો:-  કોરોના વાઇરસ : ગુજરાતમાં મૃત્યુદર મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ કરતાં પણ વધારે

અમદાવાદ જેલમાં રહેલા અનેક કેદીઓના પરિવારજનો કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે. જેલના અધિક્ષક ડો. એમ.કે. નાયક અને માનવ સેવા સમાજ કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભૂપેશ ડી. શાહ અને સહયોગી દ્વારા 1000 કેદીના કુટુંબીજનોને એક મહિનો ચાલે તેટલી રાશન કિટનું વિતરણ કર્યું હતું. સામાજિક સંસ્થાની મદદ લઈને 1000 કેદીના કુટુંબીજનો માટે સામાજિક કાર્ય કરાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.