કોરોના વાયરસના કારણે આ વર્ષે લગભગ 4.9 કરોડથી વધારે લોકો અત્યંત ગરીબીમાં ગરકાવ થઈ શકે છે. આટલું જ નહીં જીડીપીમાં પ્રત્યેક ટકાનો ઘટાડાની અસર લાખો બાળકોના વિકાસને અવરોધવાનું કામ કરશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંતોનિયો ગુતારેસે આ અંગે આશંકા વ્યક્ત કરી છે. તેમણે દુનિયાના દેશોને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક ધોરણે પગલા લેવા માટે કહ્યું છે. ગુતારેસે ચેતવણી આપતા કહ્યું છે કે જો તાત્કાલિક ધોરણે પગલા ભરવામાં નહીં આવે તો ભીષણ વૈશ્વિક ખાદ્ય કટોકટીની પરિસ્થિતિનું જોખમ વધી શકે છે. લાંબા સમય સધી કરોડો બાળકો અને યુવાઓ પર તેની અસર રહેશે. 

- Advertisement -

ખાદ્ય સુરક્ષા પર એક નીતિ જાહેર કરતા તેમણે કહ્યું કે દુનિયાની 7.8 અબજ વસતી માટે ખાદ્ય સામગ્રીનો જથ્થો જરૂર કરતા વધારે રહેલો છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં 82 કરોડથી વધારે લોકો ભૂકમરાનો ભોગ બનેલા છે. તેમજ પાંચ વર્ષની ઉંમર કરતા ઓછી ઉંમર ધરાવતા આશરે 14.4 કરોડ બાળકોનો વિકાસ પણ નથી થઈ રહ્યો. આપણી ખાદ્ય વ્યવસ્થા પાટા પરથી ઉતરી રહી છે અને કોરોના વાયસના કારણે પરિસ્થિતિ વધારે વણસી રહી છે. 

ગુતારેસે કહ્યું કે આ વર્ષે કોરોના વાયરસના સંકટના કારણે લગભગ 4.9 કરોડથી વધુ લોકો અત્યંત ગરીબીનો શિકાર બની રહ્યા છે. ખાદ્ય અને પોષણથી અસુરક્ષિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. વૈશ્વિક જીડીપીમાં પ્રત્યેક ટકાવારીના ઘટાડામાં  સાત લાખથી વધારે બાળકોનો વિકાસ થતો અટકાવશે. તેમણે કહ્યું કે, વિપુલ માત્રામાં અનાજનો જથ્થો ધરાવતા દેશોમાં પણ ખાદ્ય સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે.

આ પણ વાંચો:-  અંગત ડાયરી નાં 02/08/20 સન્ડે સ્પેશિયલ ટાસ્ક ના માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

LEAVE A REPLY

Please enter your comment!