બે અઠવાડિયામાં દેશમાં એક બીજા તોફાનનો સામનો કરવો પડી રહ્યો છે. અમ્ફને અગાઉ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વિનાશ સર્જ્યો હતો. આજે બપોર સુધીમાં તે અલીબાગના કાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે આવેલા તોફાન પવનો અને દરિયામાં 6 ફૂટ ઉંચી લહેરો મુંબઇને ફરી પાણી પાણી કરી શકે છે.

- Advertisement -

આ વાવાઝોડાને પહોંચી વળવા અને જાન-માલનું નુકસાન અટકાવવા માટે મુંબઇમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. લોકોને પિકનિક માટે બીચ પર જવાની મનાઈ ફરમાવાઈ છે. બગીચમાં જવા પર પ્રતિબંધ છે. લોકોને ઘરોમાં રોકાવાની અપીલ કરવામાં આવી છે.

એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની અસર દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં મહત્તમ રહેશે. મુંબઇ અને કોંકણ સહિત ઉત્તર મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે. તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાનની અસરની સંભાવના છે.

આ વાવાઝોડુ મુંબઇ સિવાય ગુજરાત સુધી પાયમાલી કરી શકે તેમ છે. તેનું ટ્રેલર બતાવવાનું તેણે શરૂ કરી દીધું છે. ગુજરાતના નવસારીની આજુબાજુના દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

ગુજરાતમાં 47 ગામો ખાલી થયા

ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડાને પહોંચી વળવા તૈયારીઓ વચ્ચે વલસાડ અને નવસારી જિલ્લા વહીવટીતંત્રે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિત 47 ગામોમાંથી લગભગ 20,000 લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કર્યુ છે. હવામાન વિભાગે મંગળવારે સંકેત આપ્યો હતો કે ચક્રવાત તોફાન ગુજરાતના દરિયાકાંઠે નહીં ચડી શકે. જો કે તેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર પવન અને ભારે વરસાદના સ્વરૂપમાં આવી શકે છે.

આ પણ વાંચો:-  વડોદરાના હદ વિસ્તરણના મામલે વકરતો વિવાદ

બીચ પર કલમ ​​144

ચક્રવાતી તોફાન ‘નિસર્ગ’ ના ભયને ધ્યાનમાં રાખીને ગુરુવારે બપોર સુધી મુંબઈમાં દરિયાકાંઠે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે કલમ 144 હેઠળ આદેશ આપવામાં આવ્યો છે.

પોલીસે આ નિવેદનમાં જણાવ્યું છે કે, આ હુકમની સાથે મુંબઈ પોલીસે દરિયાકિનારા, રિસોર્ટ્સ, પાર્ક અને દરિયાકાંઠેના અન્ય સ્થળોની નજીકના જાહેર સ્થળો પર એક અથવા વધુ વ્યક્તિઓની હાજરી અથવા અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.”

પોલીસે એક નિવેદનમાં કહ્યું છે કે આ હુકમનું ઉલ્લંઘન કરનારા પર ભારતીય દંડ સંહિતાની કલમ 188 (જાહેર સેવક દ્વારા કાયદેસર રીતે જાહેર કરાયેલા હુકમનું ઉલ્લંઘન) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે બપોર પછી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચક્રવાત આવવાની શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાત સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.