જેતપુર : જેતપુર તાલુકાના કાગવડ ગામે બિરાજમાન ‘માં ખોડલ’ના ધામ ખોડલધામ મંદિર આજથી તા.૮/૬થી સરકારની સુચના મુજબ દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર સવારે ૬.૩૦ તેમજ સાંજના ૬.૩૦ ખુલ્લા મુકવામાં આવશે, ત્યારે દરેક દર્શનાર્થીઓએ હાથ-પગ ધોવાની બહારથી વ્યવસ્થા કરવામાં આવેલ, માસ્ક ફરજીયાત પહેરીને શોશ્યલ ડિસ્ટન્સમાં ઉભા રહેવા માટેના મહિલા-પુરૂષના અલગ અલગ ૪૦ સ્કેવર બનાવવામાં આવેલ, પ્રવેશ દ્વારમાં સીક્યુરીટી તેમજ કર્મચારીઓ દ્વારા થર્મલ ગનથી સ્ક્રેનીંગ કરવામાં આવશે.

ગોંડલ ભુવનેશ્વરી મંદિરના આચાર્ય ઘનશ્યામજી મહારાજે જણાવ્યું હતુ કે આજે સોમવારે સવારથી માતાજીના દર્શન રાબેતા મુજબ થઇ શકશે જેમાં ભક્તજનોએ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે તેમજ રમાનાથ ધામ ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું કે સોમવારથી મંદિરે દર્શન શરૂ થઇ જશે જેનો સમય સવારે ૬થી ૧૨ અને બપોરે ૨ થી ૬ઃ૩૦ નક્કી કરાયો છે સ્મૃતિ મંદિરમાં સવારે ૬ઃ૩૦ અને સાંજે ૬ઃ૦૦ વાગ્યે આરતી થશે જ્યારે અંબાજી મંદિરમાં સવારે ૭ અને સાંજે ૬ઃ૩૦ વાગ્યે આરતી કરવામાં આવશે ત્યારબાદ મંદિર બંધ કરાશે

આજે સવારે ૬-૩૦ વાગ્યે ખૂલશે દ્વારકાધીશ મંદિરના દિવ્ય દ્વાર

દ્વારકાઃ ભારતના મુખ્ય તિર્થ ક્ષેત્ર એવા ચાર ધામમાંના દ્વારિકાપુરીના લોકડાઉનની પાંબધી ઉઠી જતા કેટલાક મહત્વની શરતોને આધીન દ્વારકાધીશ મંદિરના દ્વાર સવારે ૬-૩૦ વાગ્યે મંગળા દર્શન સાથે ખૂલશે. પ્રવાસન યાત્રિકોની હાજરી વગર માત્ર દ્વારકા નગરના દર્શનાર્થીઓની કતાર જોવા મળશે.

મંદિર પરિસરની બહારના ભાગે ખાસ પ્રકારની બેરીકેટીંગથી ભાવિકો ૬ ફૂટના અંતર સાથે પ્રવેશ મળશે ત્થા મંદિરમાં ભગવાનને ફૂલમાળા, પ્રસાદ સહિતની કોરોનાને કારણે અનેક બાબતો પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. સાથે દ્વારકા આસપાસના બેટ દ્વારકા, નાગેશ્વર, રૂક્ષ્મણી મંદિર સહિતના મંદિરો પણ ખોલવામાં આવનાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  અમદાવાદના 84 વિસ્તારો કોરોનાથી સંક્રમિત