યંગસ્ટર્સની વચ્ચે ધમાલ મચાવનારી ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની’ ને રિલીઝ થયે રવિવારના 7 વર્ષ થયા છે. જેને યાદ કરતા અભિનેત્રી દીપિકા પાદુકોણ એ રણબીર કપૂર ની સાથે તસવીરો શરે કરી છે. આ તસવીરોને જોઈ દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહ પણ કોમેન્ટ કરવાથી પોતાને રોકી શક્યો નહીં.

- Advertisement -

પ્રથમ પોસ્ટમાં દીપિકા સાટનની સાડી પહેરી રણબીરને ગળે મળતી જોવા મળી રહી છે. બીજી પોસ્ટમાં બંને એક બીજાની આંખમાં જોઈ હસતા જોવા મળ્યા છે.

દીપિકાએ પોસ્ટમાં લખ્યું, અમારો સૌથી પહેલો લુક ટેસ્ટ… યાદેં મિઠાઈ કે ડિબ્બે કી તરહ હોતી હૈ… એક બાર ખુલ્લા, તો સિર્ફ એક ટુકડા  નહીં ખા પાઓગે- નૈના તલવાર. યે જવાની હૈ દીવાનીની 7 વર્ષ, અયાન મુખર્જી, હૈશટેગરણબીર કપૂર હેશટેગબની.

શેર પોસ્ટ પર દીપિકાના પતિ રણીર સિંહે કોમેન્ટ કરી તેની પ્રશંસા કરી છે. રણવીર સિંહએ અહીં દીપિકાને ક્યૂટ કહ્યું છે. તેની સાથે અહીં ચાહકોએ પણ તેમની પ્રતિક્રિયા આપી છે. એકએ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. ઓહ માય ગોડ… બની અને નૈના. એક અન્યએ લખ્યું. પ્લીઝ આવી વધુ એક ફિલ્મ બનાવો.

આ પણ વાંચો:-  હાર્દિક પંડ્યાએ મંગેતર સાથે ઉજવી હોળી, ભાઈ કૃણાલ અને ભાભી પણ હતા સાથે