ડીસા,
તા.17
ડીસાના માલગઢ ગામે રહેતા યુવકે એક યુવતિ સાથે પ્રેમલગ્ન
કર્યા હતા. આ બન્ને યુગલ એલઆરડીની શારિરીક પરિક્ષા આપવા માટે ગાંધીનગર જઈ રહ્યા
હતા. ત્યાં રસ્તામાં ચાર શખ્સો દ્વારા બે વખત રોકી હૂમલો કરાયાની પોલીસ મથકે
ફરિયાદ નોંધાઈ છે.
ડીસાના માલગઢ ગામે રહેતા નવીનભાઈએ ગલાલપુરાની યુવતિ સાથે
પ્રેમલગ્ન કર્યા હતા. જોકે ગત ૧૫ તારીખના રોજ પતિ-પત્ની લોકરક્ષક દળની પરિક્ષા
આપવા ગાંધીનગર જવા કારમાં રવાના થયા હતા. તે દરમિયાન માલગઢ હાઇવે ઉપર એક ક્રેટા
કારમાં સવાર ચાર શખ્સો કારમાંથી ઉતરી આ દંપત્તિને ગાળો બોલવા લાગ્યા હતા. આ બાબતે ઉગ્રતા વધે નહી તે માટે યુવકના ભાઈ સુરેશકુમારે ગાડી ત્યાંથી રવાના કરી
હતી. જોકે ત્યારબાદ પણ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર બ્રિજ નજીક તેમની કારને ઓવરટેક
કરી આંતરી ઉભી રખાવી હતી. જ્યાં આ તમામ લોકોએ હાથમાં લોખંડની પાઇપ વડે હુમલો કરી
કારના કાચ ફોડી અને ઝપાઝપી કરી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ
ઘટનાથી આસપાસના લોકોએ આવી આ લોકોને
મારમાંથી છોડાવ્યા હતા. આ બાબતને લઈ સુરેશભાઈ માળીએ ડીસા તાલુકા પોલીસ મથકે રમણ
હીરાભાઈ પ્રજાપતિ, બસી
હીરાભાઈ પ્રજાપતિ, મુકેશ
દાનાભાઈ પ્રજાપતિ અને અશોક દરગાજી માળી તમામ રહે.ગલાલપુરાવાળા વિરુદ્ધ ફરિયાદ
નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
.