Defense Minister Rajnath Singh speaks in Rajya Sabha: ‘Difference between China’s words and deeds’

ભારત અને ચીન વચ્ચે LAC પર ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ રાજ્યસભામાં નિવેદન આપતા કહ્યું કે ચીનની કથની અને કરણીમાં ફરક છે. ચીને પેટ્રોલિંગમાં વિધ્ન નાખ્યું આથી હિંસક ઝડપ થઈ. રક્ષામંત્રીએ કહ્યું કે આપણી સેના મુકાબલા માટે એકદમ તૈયાર છે. પહોંચી વળવામાં સક્ષમ છે. સેનાના શૌર્યની પ્રશંસા થવી જોઈએ. 

- Advertisement -

રક્ષામંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે 15 જૂન 2020ના રોજ ગલવાન ખીણમાં થયેલી હિંસક ઝડપમાં આપણા 20 જવાનો શહીદ થયા. પીએમ મોદીએ લદાખ જઈને તેમનો જુસ્સો વધાર્યો. મે પણ લદાખની મુલાકાત કરીને જવાનોનો ઉત્સાહ વધાર્યો. તેમણે કહ્યું કે ચીન ઔપચારિક સરહદોને માનતું નથી. તેની કથની અને કરણીમાં ફરક છે. સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે છે. ચીને એલઓસીની યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી. 

રક્ષામંત્રીએ કહ્યું કે બંને દેશોએ શાંતિપૂર્વક સરહદ વિવાદને ઉકેલવા પર સહમતિ વ્યક્ત કરી છે. બંને દેશો વચ્ચે અનેક પ્રકારની સમજૂતિઓ થઈ છે. આ આધાર પર 1998 બાદ દ્વિપક્ષીય સંબંધોમાં ઘણો સુધાર થયો છે. પરંતુ ચીન અને ભારતનો સરહદ પ્રશ્નનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

તેમણે વધુમાં કહ્યું કે “સદનને જાણકારી છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ચીને મોટા પાયે ઈન્ફ્રાન્સ્ટ્રક્ચર એક્ટિવિટી શરૂ કરી છે. જેનાથી સરહદ વિસ્તારોમાં તેમની તૈનાતી ક્ષમતા વધી છે. તેના જવાબમાં આપણી સરકારે પણ બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે બજેટ વધાર્યું. જે પહેલા કરતા લગભગ બમણુ થયું છે. તેના કારણે આપણા જવાનો સરહદી વિસ્તારોમાં વધુ અલર્ટ રહી શકે છે અને જરૂર પડે તો ખુબ સારી જવાબી કાર્યવાહી પણ કરી શકે છે.”

આ પણ વાંચો:-  કરણી સેનાએ અમદાવાદનું સૌથી મોટું મોબાઈલ માર્કેટ બંધ કરાવ્યું

અત્રે જણાવવાનું કે રક્ષામંત્રીએ મંગળવારે લોકસભામાં પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરી દીધુ હતું કે કેવી રીતે ચીને LAC પર ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી અને  ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું હતું કે ભારત કોઈ પણ કિંમતે ચીનની ઘૂસણખોરી સહન કરશે નહીં. 

LAC પર ચીને સૈનિકોનો જમાવડો કર્યો, આપણી સેના પણ તૈયાર

ભારત (India)  અને ચીન (China)  વચ્ચે ચાલી રહેલા તણાવ પર રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) મંગળવારે સંસદમાં નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે LAC પર ભારત અને ચીન વચ્ચે હજુ વિવાદ ચાલુ છે. એપ્રિલ મહિનાથી ચીને સરહદ પર સૈનિકો અને આર્મ્સનો વધારો કર્યો છે. તેમણે કહ્યું કે પેન્ગોંગથી લઈને અનેક જગ્યાઓ પર ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી છે. 

ચીને સરહદે સૈનિકો અને ગોળાબારૂદ વધાર્યા

રક્ષામંત્રીએ કહ્યું કે હાલની સ્થિતિ મુજબ ચીને એલએસી અને અંદરના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિક ટુકડીઓ અને ગોળા બારૂદ ભેગા કર્યા છે. ભારતીય સેનાએ પણ પૂરી તૈયારી કરી લીધી છે. તેમણે એમ પણ કહ્યું કે એલએસીનું સન્માન કરવું અને તેનું કડકાઈથી પાલન કરવું, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સદભાવનો આધાર છે અને તેનો 1993 તથા 1996ની સમજૂતિઓમાં સ્પષ્ટ રીતે સ્વીકાર થયો છે. જ્યારે આપણી સેના તેનું પૂરેપૂરું પાલન કરે છે પરંતુ ચીન તરફથી એમ થતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.