દિલ્હીની હોસ્પિટલોમાં દિલ્હીવાસીઓનો જ ઇલાજ થશે, જ્યારે કેન્દ્રની હોસ્પિટલમાં બધાનો ઇલાજ થઇ શકશે

હોસ્પિટલો પર લેવામાં આવેલા દિલ્હી સરકારના ફેસલા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની અટકાયત પણ કરી લેવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે આજે જાહેરાત કરી હતી કે, દિલ્હીની હોસ્પિટલોમાં દિલ્હીવાસીઓનો જ ઇલાજ થશે, જ્યારે કેન્દ્રની હોસ્પિટલમાં બધાનો ઇલાજ થઇ શકશે. આના પર ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ આદેશ કુમાર ગુપ્તાએ પાર્ટીના સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને કારણે પોલીસે આદેશ કુમાર ગુપ્તા સહિત BJPના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તેમને બસમાં જ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

- Advertisement -

દિલ્હીની પ્રાઈવેટ-સરકારી હોસ્પિટલમાં થશે માત્ર દિલ્હીવાસીનો ઈલાજ, સરકારનો નિર્ણય

આજે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે દિલ્હીની સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં માત્ર દિલ્હીના રહેવાસીઓની જ સારવાર થશે. જ્યારે દિલ્હીમાં સ્થિત કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં તમામની સારવાર થશે. કોરોનાના વધતા મામલાઓને ધ્યાનમાં રાખીને દિલ્હી કેબિનેટે આ નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે તેની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે, જુન મહિનાના અંત સુધી 15 હજાર કોરોના વાયરસના દર્દીઓ માટે બેડની જરૂર પડશે. એક્સપર્ટ કમિટીના રિપોર્ટના આધાર પર સરકારે એ નિર્ણય લીધો છે કે, દિલ્હી સરકારની હોસ્પિટલોમાં માત્ર દિલ્હીના લોકોની જ સારવાર કરવામાં આવશે.

માર્ચના મહિના સુધી દિલ્હીની તમામ હોસ્પિટલ આખા દેશના લોકો માટે ખુલ્લા રહ્યાં.

પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, માર્ચના મહિના સુધી દિલ્હીની તમામ હોસ્પિટલ આખા દેશના લોકો માટે ખુલ્લા રહ્યાં. કોઈપણ સમયે દિલ્હીની હોસ્પિટલોમાં 60થી 70 ટકા લોકો દિલ્હીથી બહારના હતા. પરંતુ કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. એવામાં જો દિલ્હીની હોસ્પિટલ બહારના લોકો માટે ખોલી દેવામાં આવે તો દિલ્હીના લોકોનું શું થશે?

આ પણ વાંચો:-  RBIએ રેપો રેટમાં 0.75%નો ઘટાડો કર્યો; ટર્મ લોનનો EMI ચુકાવવામાં 3 મહિનાની છુટ પણ મળશે

જુનના અંત સુધી દિલ્હીને 15 હજાર બેડની જરૂર પડશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સંબંધમાં લોકોના અભિપ્રાય માગવામાં આવ્યા હતા. તેમાં દિલ્હીના 90 ટકા લોકોએ કહ્યું કે, જ્યાં સુધી કોરોના છે, ત્યાં સુધી દિલ્હીની હોસ્પિટલોમાં માત્ર દિલ્હીવાસીઓની સારવાર થાય. તેમણે જણાવ્યું કે, 5 ડૉક્ટરની એક કમિટી બનાવી હતી. તેમણે પોતાનો રિપોર્ટ આપી દીધો છે. ડૉ. મહેશ વર્મા આ કમિટીના અધ્યક્ષ હતા. કમિટીએ કહ્યું છે કે, જુનના અંત સુધી દિલ્હીને 15 હજાર બેડની જરૂર પડશે. કમિટીનું એવું કહેવું છે કે, હાલ દિલ્હીની હોસ્પિટલ દિલ્હીવાસીઓ માટે હોવી જોઈએ. બહારના લોકો માટે નહીં. જો બહારના લોકો માટે તેને ખોલી દેવામાં આવે તો 3 દિવસમાં બધા જ બેડ ભરાઈ જશે. કેબિનેટે નિર્ણય લીધો છે. દિલ્હી સરકારની હોસ્પિટલો હવે દિલ્હીવાસીઓ માટે હશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં કોઈપણ સારવાર કરાવી શકે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં કોઈપણ સારવાર કરાવી શકે છે. દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની હોસ્પિટલોમાં 10-10 હજાર બેડ છે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ માત્ર દિલ્હીવાસીઓની જ સારવાર કરવામાં આવશે. પરંતુ ખાસ પ્રકારની ટ્રીટમેન્ટવાળી હોસ્પિટલોમાં તમામની સારવાર કરાવી શકાશે. આ સાથે દિલ્હીથી બહારના તમામ લોકો માટે બોર્ડર ખોલી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે, કાલથી દિલ્હીમાં રેસ્ટોરન્ટ્સ, મોલ્સ અને ધાર્મિક સ્થળ ખોલવામાં આવશે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું સૌને માટે અનિવાર્ય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.