Dia Mirza will take seven rounds with businessman Vaibhav Rekhi
આ દિવસોમાં બોલીવુડ (bollywood) માં લગ્નની સીઝન ચાલી રહી છે. પાછલા વર્ષના અંતમાં આ સિલસિલો શરૂ થયો હતો. નેહા કક્કડ-રોહનપ્રીત, આદિત્ય નારાયણ-શ્વેતા અગ્રવાલ, વરૂણ ધવન-નતાશા દલાલ બાદ હવે બોલીવુડમાં વધુ એક ઢોલ વાગવાના છે. બોલીવુડ અભિનેત્રી દીયા મિર્ઝા (Dia Mirza) ને લઈને શરૂઆતી સમાચાર સામે આવી રહ્યા છે, માહિતી છે કે અભિનેત્રી દીયા મિર્ઝા (Dia Mirza) જલદી લગ્નના બંધનમાં બંધાાની છે, તે જલદી બિઝનેસમેન વૈભવ રેખી (Vaibhav Rekhi) સાથે લગ્ન કરવાની છે.
અચાનક સામે આવેલા આ લગ્નના સમાચારથી તેના ફેન્સ આશ્ચર્યમાં છે તો આ લગ્નમાં સામેલ થનારા મહેમાનોનું લિસ્ટ જોઈને લોકો પણ હેરાન છે. હકીકતમાં આ લગ્નને ખુબ ખાનગી રાખવાનું પ્લાનિંગ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે દીયા અને વૈભવની મિત્રતા થઈ હતી. હવે બન્નેએ એક થવાનો નિર્ણય લીધો છે.
દિયા મિર્ઝાના થનારા જીવનસાથીનું નામ સાંભળી તમે જાણવા ઈચ્છશો કે તે કોણ છે? તો તમને જણાવી દઈએ કે વૈભવ મુંબઈના જાણીતા બિઝનેસમેન છે. એટલું જ નહીં તે સેલિબ્રિટી યોગા ઇન્સ્ટ્રક્ટર સુનૈના રેખીના પૂર્વ પતિ છે. બન્નેને એક પુત્રી પણ છે.
તમને જણાવી દઈએ કે દીયા મિર્ઝાના આ બીજા લગ્ન છે. પહેલા તેના લગ્ન સાહિલ સંઘા સાથે થયા હતા. તે 11 વર્ષ ચાલ્યા હતા, ત્યારબાદ 2019મા બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન દીયા મિર્ઝા (Dia Mirza) અને સાહિલ બન્નેએ એક જ પોસ્ટ શેર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujrat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.