કોરોના વાયરસના રોગચાળા વચ્ચે, ઘણા લોકો પણ સવાલો ઉભા કરી રહ્યાં છે કે શું આ વાયરસ મેક-અપ પર રહી શકે છે. ટેનેસીની વન્ડરબિલ્ટ યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત ડોક્ટર વિલિયમ શેફનર કહે છે, “આ એક મોટો પ્રશ્ન છે.” લોકો રોજિંદા જીવનમાં આ માર્ગદર્શિકા કેવી રીતે કાર્ય કરે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ડોક્ટર વિલિયમ શેફનર કહે છે કે મેકઅપની પ્રોડક્ટ પર વાયરસ વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેના પર વાયરસનું જોખમ ખૂબ ઓછું છે. ડોક્ટર શેફનર કહે છે કે લોકોએ તેમના મેકઅપની પ્રોડક્ટનો સલામત ઉપયોગ કરવો જોઇએ. જો કે, કેટલીક બાબતો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.

તેણે કહ્યું, ‘આ સમયે તમારી લિપસ્ટિક, મસ્કરા અને પાવડર તમારી પાસે રાખો અને અન્ય લોકો સાથે શેર ન કરો.’ સેફહોરા અને ઉલ્ટા જેવા બ્યૂટી રિટેલરોએ પણ વાયરસના ફેલાવાને રોકવા માટે તેમના ઉત્પાદનો પર ઉત્પાદન પરીક્ષકોને રાખવાનું બંધ કરી દીધું છે.

કોલમ્બિયા યુનિવર્સિટીના બાળ ચિકિત્સક ડો.આલોક પટેલે અમેરિકન વેબ પોર્ટલ એઓએલને જણાવ્યું હતું કે તેમના યુવાન દર્દીઓ તેમને પૂછે છે કે આ સમયે મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો કે મિત્રો સાથે શેર કરવો તે યોગ્ય છે.

ડો. પટેલે કહ્યું, “કોરોના વાયરસ ઘણી સપાટીઓ પર ટકી શકે છે, તે હવામાં રહે છે અને આંખો, નાક અને મોં દ્વારા ફેલાય છે.” ડોક્ટર પટેલે કહ્યું કે પહેલાં તમારા હાથને સારી રીતે ધોઈ લેવાની ખાતરી કરો. આ સિવાય તમારા મેકઅપની પ્રોડક્ટ્સ ખાસ કરીને પ્લાસ્ટિકના બોક્સ ને નિયમિત રૂપે જીવાણુ નાશક રાખો.

આ પણ વાંચો:-  જુનાગઢ: દારૂની મહેફિલમાં તકરાર થતા પિતરાઇ ભાઇએ કરી ભાઈની હત્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here