તલોદ.તા. 17
તલોદ નગરના ત્રણ બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ કુલ.રૂ .૩ લાખ
૩૭ હજાર ૫૦૦ની ઘરફોડ ચોરી કરી હોવાનું તલોદ પોલીસ દફતરે નોંધાવા પામેલ છે.ત્રણ બંધ
મકાનોમાં ત્રાટકેલા તસ્કરોને ૧ મકાનમાં ધરમ ધક્કો પડયો હતો. જ્યારે ૨ મકાનમાંથી લાખોની
માલ મતાની ચોરી કરવામાં આવેલ તસ્કરી ટોળકીને સફળતામળી હતી.આવેલ તસ્કરો નું પગેરું શોધવા
આજે ડોગસ્ક્વોડની તલોદ પોલીસે મદદ લીધી હતી.ડોગ સ્કવોડ, એફએસએલ અને સ્થાનિક
પોલીસની તપાસમાં તસ્કરોના કોઈજ સગડ સુધ્ધા પોલીસ ને મળ્યા હોવાનું જાણવા મળેલ નથી.
ઉલ્લેખનીય છે કે,
વાસી ઉત્તરાયણની રાત્રે તલોદ ની દેસાઈનગર સોસા.ની એકલિગેશ્વર સોસા.માં બંગલા નં.૫
માં રહેતા રાકેશભાઈ ડોક્ટરનો સમગ્ર પરિવાર બહાર ગયેલ.જેથી મકાન ને તાળું હતું.તેઓના
મકાનની દીવસે જાણે કે કોઈ તસ્કરી ટોળકીએ રેકી કરીને રાત્રે મકાનને ઘરફોડ ચોરીનું નિશાન
બનાવ્યું હતું.મકાન ના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ઘરમાં ઘૂસી તસ્કરો રૂ.૬૫૦૦૦/ થી વધુ ની રોકડ રકમ અને સોનાની આશરે અઢી
તોલાના વજનની બંગડી નંગ.૪ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા.
તલોદ રેફરલ હોસ્પિટલ પાછળની આશ્રય સોસા.માં રહેતા ગોરધનભાઈ છગનભાઈ
પ્રજાપતિ પરિવાર સાથે બહારગામ ગયા હતા .જેથી મોકળું મેદાન મળતાં બંધ મકાનનું તાળુ તોડીને
ઘરમાં ઘૂસેલા તસ્કરો ગોરધનભાઈ ના દાવા મુજબ અંદાજે ૭ તોલા સોનાના દાગીના ચોરી કરીને
લઈ ગયા હતા! જો કે ,આ ઘટનામાં પોલીસે
તલોદ પોલીસ દફતરે રૂ ૧ લાખ,૮૭ હજાર ૫૦૦/-
ની માલ મતાની ચોરી થઈ હોવાનું નોંધી ને તપાસ જારી રાખેલ છે. તલોદ બજારમાં તસ્કરો એ
પુનઃ પોતાનું સામ્રાજ્ય જમાવવાની કોશિશ કરી છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ કડક કરવામાં
આવે અને લોકો ઘરમાં વધુ જોખમ નાજ રાખે તે સમય ની માંગ છે. ઘરફોડ ચોરીઓની ઘટનાના નું
પુનરાવર્તન ન થાય તેવું પોલીસ પેટ્રોલિંગ અનિવાર્ય મનાય છે.
ફેરિયા કે અન્યની કોઈ જ નોંધ લેવામાં આવતી નથી
દિન દહાડે બહારથી અનેક ફેરિયા,મદારીઓ,ભીખ માંગવા વાળા ઓ
તથા અજાણ્યા સેંકડો લોકો બજાર અને સોસાયટી વિસ્તારોમાં ઉતરી આવતા હોય છે.જેઓની કાયદેસરની
કોઈજ નોંધ પોલીસ દફતરે લેવામાં આવતી નથી .માઇક અને લાઉડસ્પીકર સાથે માલ વેચવા ગાડીઓ
લઈને લોકો બજારો અને રહેણા વિસ્તારા ેબેરોકટોકમાં ઉતરી પડતા હોય છે..જેઓને કોઈજ પરવાનગીની
જાણેકે જરૂર જ ના હોય.તેવી સ્થિતિ ભાસી રહી છે. પ્રજાજનો લોભામણી વાતોમાંના આવી જાય, જરૂર કરતાં વધુ માલ
મતાનું જોખમ ઘરમાંનાજ રાખે અને પોલીસ આ અંગે સતર્કતા દાખવે તો ચોકકસ ચોરીઓ અને અન્ય
ક્રાઇમ નો આંકડો કાબૂમાં આવશે તેમ મનાય છે.
.