અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (donald trump) G7 સમિટને સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. ટ્રમ્પે તેમાં સામેલ દેશોની યાદી વધારવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. તેમાં ભારત પણ સામેલ છે. જૂનના અંતમાં યોજોનારી પ્રસ્તાવિત સમિટને ટ્રમ્પે હાલ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. સાથે ટ્રમ્પે કહ્યુ કે, તેઓ તેમાં ભારત, રૂસ, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને સામેલ કરવા ઈચ્છે છે.

ટ્રમ્પે વર્તમાન G7 ફોર્મેટને આઉટડેટેડ (જૂનુ) ગણાવ્યુ

ટ્રમ્પે વર્તમાન G7 ફોર્મેટને આઉટડેટેડ (જૂનુ) ગણાવ્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ, હું આ સમિટને સ્થગિત કરી રહ્યો છું કારણ કે મને નથી લાગતું કે વિશ્વમાં જે ચાલી રહ્યું છે, તેનું આ યોગ્ય પ્રતિનિધિત્વ કરે છે. આ દેશોનો ખુબ જૂનો સમૂહ થઈ ગયો છે. મહત્વનું છે કે, G7 સમિટ પહેલા 10થી 12 જૂન વચ્ચે વોશિંગટનમાં યોજાવાની હતી. પરંતુ કોરોના મહામારીને કારણે બાદમાં તેને જૂનના અંતમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી.

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાના બીજા પરંપરાગત સહયોગીઓ અને કોરોનાથી પ્રભાવિત કેટલાક દેશોને તેમાં લાવવા ઈચ્છે છે. સાથે તેમાં ચીનના ભવિષ્યને લઈને પણ ચર્ચા થશે. આ મહિને યૂએસ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર રોબર્ટ ઓ બ્રાયને કહ્યુ હતુ કે, કોરોનાને કારણે અમેરિકા આગામી જી-7 બેઠક જૂનના અંત સુધી સ્થગિત કરી રહ્યું છે. મહત્વનું છે કે અમેરિકામાં કોરોના વાયરસથી 1 લાખ 3 હજારથી વધુ મૃત્યુ થયા છે. G7માં હાલ અમેરિકા સિવાય, ઇટાલી, જાપાન, કેનેડા, ફ્રાન્સ, જર્મની. બ્રિટનની સાથે યૂરોપિયન યૂનિયન સામેલ છે.

આ પણ વાંચો:-  ભારતમાં કાશ્મીર ઉપર મોટો રાજદ્વારી વિજય, પાકિસ્તાનને આંચકો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here