મિનેસોટામાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડ ના મોતના વિરોધમાં અમેરિકામાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. જે દિવસેને દિવસે વધુને વધુ ઉગ્ર બનતા જઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નાની પુત્રી ટિફની ટ્રમ્પે પણ પ્રદર્શનકર્તાઓનું સમર્થન કર્યું છે. લૉ ગ્રેજ્યુએટ ટિફનીએ ઇંસ્ટાગ્રામ દ્વારા જ્યોર્જનાં મોત અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો.

- Advertisement -

#blackoutTuesday #justiceforgeorgefloyd

ટિફનીએ બ્લેક સ્ક્રીન પોસ્ટ સાથે #blackoutTuesday #justiceforgeorgefloyd હેશટેગનો પ્રયોગ કર્યો. ટિફનીએ હેલન કેલરનો એક ક્વોટ પણ ટાંક્યો કે, એકલા આપણે ઘણુ ઓછુ પ્રાપ્ત કરી શકીએ છીએ, એક સાથે ઘણુ બધું. ટિફનીની પોસ્ટ વોશિંગ્ટન ખાતે વ્હાઇટ હાઉસની બહાર પોલીસ પ્રદર્શનકર્તાઓ પર ટિયર ગેસ શેલ છોડવાની ઘટના બાદ આવી. ટિફનીની માં માર્લા મેપલ્સ (ટ્રમ્પની બીજી પત્ની) દ્વારા પણ પ્રદર્શનકર્તાઓનું સમર્થન કરવામાં આવ્યું અને બ્લેક સ્ક્રિન પોસ્ટ કરવામાં આવી હતી.

જ્યોર્જ ફ્લોઇડની પોસ્ટમોર્ટમ રિપોર્ટ બુધવારે બહાર આવી અને તેમાં માહિતી મળી કે, તે એપ્રીલમાં કોવિડ 19 પોઝિટિવ હતો. 46 વર્ષીય ફ્લોઇ ત્રણ એપ્રીલે કોરોના વાયરસ સંક્રમિત હતો. ફ્લોઇનાં પરિવારની પરવાનગી બાદ 20 પેજનો આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 

મોત સમયે કોરોના પોઝિટિવ હોવાનો અર્થ

મોતનું કારણ મેળવવા માટે અધિકૃત સરકારી અધિકારીએ સોમવારે જણાવ્યું કે, તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. ફ્લોઇડનાં મૃત્યુ બાદ તેના નાકમાંથી નમુના લેવામાં આવ્યા હતા અને તે કોરોના પોઝિટિવ હતો. મોત સમયે કોરોના પોઝિટિવ હોવાનો અર્થ છે કે પહેલાનું સંક્રમણ તેનામાં હતું. જો કે એવું કોઇ કારણ નથી મળ્યું કે તેના મોતની પાછળનું કારણ કોરોના સંક્રમણ હોય. 

એક શ્વેત પોલીસ અધિકારીએ લગભગ 9 મિનિટ સુધી ફ્લોઇડની ગર્દન દબાવી રાખી હતી. જેના કારણે તેનો શ્વાસ રૂંધાતા તેનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ ન્યૂયોર્ક ટાઇમ્સ અને અમેરિકાના અન્ય હિસ્સાઓમાં સેંકડો પ્રદર્શનકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ન્યૂયોર્કનાં અનેક હિસ્સાઓમાં પણ પ્રદર્શનકર્તાઓ બેકાબુ બન્યા હતા. 

આ પણ વાંચો:-  વિશ્વમાં ચેપગ્રસ્તોની સંખ્યા 38 લાખને પહોંચી, વાયરસ 2 લાખથી વધુ લોકો એ જીવ ગુમાવ્યા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.