વટામણથી તારાપુર જવાનો રોડ પર ગઇકાલે મોડીરાત્રે ડફેર ગેંગનાં શખ્સો દ્વારા 7 ટ્રકનાં ડ્રાઇવર અને ક્લિનરને અવાવરૂ સ્થળ પર અટકાવીને તેમને ઢોર માર મારવાની સાથે લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે. આ લૂંટ બાદ ભોગન બનેલા ડ્રાઇવર અને ક્લિનર દ્વારા વીડિયો બનાવવામાં આવ્યા હતા અને વાયરલ કર્યા હતા. તેમણે અન્ય વાહન ચાલકોને પણ ચેતવ્યા છે.

- Advertisement -

વીડિયોમાં એક ભાઇ જણાવી રહ્યા છે કે, ભાવનગરની અમારી ગાડી છે. જેમાં લોખંડના સળીયા ભરેલા છે. વટામણ- તારાપુ રોડ પર 10 કિલોમીટરના અંતરમાં ગાડીઓ લૂંટી લેવામાં આવી છે. લૂંટ થયેલામાં એક ગાડી અમરેલીની અને બાકી 6 ગાડીઓ ભાવનગરની છે. તમામનું કુલ થઇને 75 હજારની રોકડ અને વસ્તુઓ ગેંગ દ્વારા લૂંટી લેવામાં આવી હતી. આટલું જ નહી પૈસા અને મોબાઇલ તો લૂંટી જ લીધા સાથે સાથે તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લોકડાઉનનાં કારણે મોટા ભાગનાં હાઇવે સુમસાન બન્યા છે. પોલીસ પણ વિવિધ શહેરોમાં લોકડાઉનનું પાલન કરાવવામાં વ્યસ્ત છે. જેના કારણે ચોર ટોળકીઓને ફાવતું મળ્યું છે. હાઇવે પર પસાર થતા માલવાહક ટ્રક અને તેનાં ડ્રાઇવરને લૂંટી લેવામાં આવી રહ્યા છે. હાલ તો આ મુદ્દે અમદાવાદ રેન્જ આઇ.જી દ્વારા લૂંટનો ગુનો નોંધીને તપાસના આદેશ અપાયા છે.

આ પણ વાંચો:-  ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે.