જ્યોર્જ ફ્લોયડના મોત બાદ અશ્વેતોનું પ્રદર્શન અમેરિકામાં ઉગ્ર બની રહ્યું છે. અમેરિકાના 30 શહેરો હિંસાની આગમાં હોમાયા છે. તેની જવાળા રવિવારે વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ગઈ. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં મામલો એ હદે બગડ્યો કે મેયરે રાતે 11 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી દીધી છે. આ બાજુ વ્હાઈટ હાઉસ પાસે સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું. 

- Advertisement -

વ્હાઈટ હાઉસ પાસે પ્રદર્શન કરી રહેલી ભીડે એક કચરાપેટીમાં આગ લગાવી દીધી અને પોલીસ સાથે ધક્કામૂકી કરી. સ્થિતિ એ હદે વણસી ગઈ કે સુરક્ષામાં તૈનાત સિક્રેટ સર્વિસ એજન્ટ્સ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસમાં બનેલા સુરક્ષાત્મક બંકરમાં લઈ ગયા. જો કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વ્હાઈટ હાઉસની આજુબાજુથી ઉપદ્રવીઓને ખદેડી મૂક્યા હતાં. 

રવિવારે વ્હાઈટ હાઉસની આજુબાજુ વણસેલી સ્થિતિના કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અધિકૃત નિવાસસ્થાન પાસે પ્રદર્શન કરી રહેલા લોકોને ખદેડવા માટે સિક્રેટ સર્વિસ એજન્ટ્સને રોયટ ગિયર (રમખાણ વિરોધી) પોષાક પહેરવા પડ્યાં. અત્રે જણાવવાનું કે અશ્વેત જ્યોર્જ ફ્લોયડના મોતનો વીડિયો વાયરલ થતા જ અમેરિકાના અનેક શહેરોમાં શુક્રવારે હિંસક પ્રદર્શનો ચાલુ થઈ ગયા છે. તેમાંથી કેટલાક પ્રદર્શનોએ તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલગ અલગ શહેરોમાં થઈ રહેલી હિંસા માટે દેશના ડાબેરીઓને જવાબદાર ગણાવ્યાં છે. તોફાનીઓ નિર્દોષ લોકોને ડરાવી રહ્યા છે, નોકરીઓ નષ્ટ કરી રહ્યાં છે, બિઝનેસને નુકસાન પહોંચાડી રહ્યાં છે અને બિલ્ડિંગ્સ બાળી મૂકે છે. ટ્રમ્પે કહ્યું કે જ્યોર્જ ફ્લોયડની યાદને તોફાનીઓ, લૂટેરાઓ અને અરાજકતાવાદીઓએ બદનામ કર્યું છે. ટ્રમ્પે એક ટ્વીટમાં કહ્યું કે નેશનલ ગાર્ડને મિનિયાપોલિસમાં હાલાતને કાબુમાં લેવા માટે ઉતારી દેવાયા છે. જે ડેમોક્રેટિક પાર્ટીના મેયર ન કરી શક્યાં. તેમનો બે દિવસ પહેલા જ ઉપયોગ થવો જોઈતો હતો. હવે કોઈ વધુ નુકસાન થશે નહીં. 

આ પણ વાંચો:-  અમદાવાદમાં કોરોનાનો હાહાકાર, આજે નોંધાયેલા 151 કેસની યાદી જાણો માત્ર એક ક્લિકમાં

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આરોપ લગાવ્યો કે જ્યોર્જ માટે શરૂ થયેલુ આંદોલન હાઈજેક કરી લેવાયું છે. હવે તેમણે આવા લોકોને આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે અમેરિકા  Antifaને આતંકવાદી સંગઠન જાહેર કરશે. ટ્રમ્પે હિંસા પાછળ ડાબેરી સંગઠનોને જવાબદાર ઠેરવ્યાં. જેમને સામાન્ય રીતે  Antifa કહેવાય છે.