Evidence from the Mahabharata is still being seen in the world today

મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, એવી માન્યતા છે. જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઈઓના પુત્રો – પાંચ પાંડવો અને સો કૌરવો – વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. આજે અમે તમને કેટલીક એવી વાસ્તવિકતાઓ જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ માની જશો કે ખરેખર મહાભારત થયું હતું, મહાભારતમાં લખાયેલી દરેકે દરેક વસ્તુ શત પ્રતિશત સાચી છે.

- Advertisement -

મહાભારતને ઈતિહાસ કહેવામાં આવે છે

મહાભારતને ઈતિહાસ કહેવામાં આવે છે. ઈતિહાસ એટલે એવી ઘટના જે ભૂતકાળમાં થઈ ગઈ છે. તેને પુરાણનો દર્જ્જો નથી આપવામાં આવ્યો. જો તે કાલ્પનિક હોત તો લેખકે પોતે જ તેને મહાકાવ્ય કે કથાનું નામ આપત. મહાભારતના આદિપર્વના 62મા અઘ્યાયમાં ઉલ્લેખ છે કે મહાભારત એ ભરત વંશનો ઈતિહાસ એટલે કે રેકોર્ડ છે. તેમાં મનુ બાદ થઈ ગયેલા ભરત વંશના 50 જેટલા રાજાઓનો ઉલ્લેખ છે. જો આ માત્ર ફિક્શન હોત તો ચાર-પાંચ જ રાજાનો ઉલ્લેખ હોત.

કૃષ્ણએ કળિયુગ વિષે જે જે કહ્યું તે આજની તારીખે સાચુ

મહાભારતમાં કળિયુગની વિગતો આપવામાં આવી છે. કૃષ્ણએ કળિયુગ વિષે જે જે કહ્યું તે આજની તારીખે આપણે સાચુ થતા જોઈ શકીએ છીએ. વિચારો, હજારો વર્ષો પહેલા આટલી બધી ચોકસાઈથી આ વાતો કેવી રીતે લખાઈ? મહાભારતને ફિક્શન માની લેવું એક મોટી ભૂલ છે.

ગુજરાતના દરિયાની અંદર દ્વારકાના અવશેષો મળ્યા છે

મરિન આર્કિયોલોજી વિભાગને ગુજરાતના દરિયાની અંદર દ્વારકાના અવશેષો મળ્યા છે. કૃષ્ણ ભગવાન દ્વારા વસાવાયેલી આ નગરીના કિલ્લાની દીવાલો, બંદરો વગેરે અનેક પુરાવા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે. આ દર્શાવે છે કે મહાભારતમાં દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ એ ઉલ્લેખ કંઈ ટાઢા પહોરનું ગપ્પુ નહતું. મૌસલ પર્વના 40મા અધ્યાયના 7મા શ્લોકમાં દ્વારકા નદી દરિયામાં ડૂબી તેનો ઉલ્લેખ છે. આ શ્લોકમાં લખ્યું છે, “નગરીમાંથી બધા જ લોકો નીકળી ગયા પછી દ્વારકા નદીમાં સમુદ્રના પાણીનું પૂર આવ્યું જે બધી જ સંપત્તિ ખેંચી ગયું. નગરીની જેટલી જમીન હતી ત્યાં દરિયાના પાણી ફરી વળ્યા.”

આ પણ વાંચો:-  26 જુલાઈ : જાણો શું કહે છે આજના સિતારા તમારા માટે જુઓ આજ નું રાશિ ભવિષ્ય

મહાભારતમાં ઉત્તર ભારતના પાંત્રીસથી વધુ શહેરોનો ઉલ્લેખ છે

મહાભારતમાં ઉત્તર ભારતના પાંત્રીસથી વધુ શહેરોનો ઉલ્લેખ છે. આ બધી જ જગ્યાઓએથી કોપરના વાસણો, લોખંડના સીલ, સોના અને ચાંદીના ઘરેણા, ટેરાકોટાના વાસણો, માટીના વાસણો વગેરે મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ તપાસ કરતા આ વસ્તુઓ એ સમયની છે જ્યારે ભારતમાં આર્યોએ ઘૂસણખોરી નહતી કરી. મતલબ કે તે ઘણી પ્રાચીન સમયની છે.

મહાભારતમાં જે સ્થળોનો ઉલ્લેખ છે તે આજે પણ મોજૂદ છે

મહાભારતમાં જે સ્થળોનો ઉલ્લેખ છે તે આજે પણ મોજૂદ છે. જેમ કે હસ્તિનાપુર ઉત્તર પ્રદેશમાં છે. ઈન્દ્રપ્રસ્થ દિલ્હી છે. દ્વારકા ગુજરાતમાં છે. મહાભારતમાં આજના ઈન્ડિયા ઉપરાંત ભારતવર્ષનો ઉલ્લેખ છે. જેમ કે ગાંધાર આજની તારીખનું કંદહાર હતુ. મહાભારતમાં જે શસ્ત્રોનો ઉપયોગ થયો છે તેનું ઝીણવટપૂર્વક વર્ણન કરાયું છે જે મોડર્ન ન્યુક્લિયર વેપન્સને મળતું આવે છે. આજની તારીખે કુરુક્ષેત્ર વિસ્તારમાં રેડિયો એક્ટિવિટીનું લેવલ ઘણું ઊંચુ જોવા મળે છે. આ એક યોગાનુયોગ તો ન જ હોઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.