ગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર વધુ એક વખત પ્રહાર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ એટલાસ સાયકલની ફેક્ટરી બંધ થવાના અહેવાલને ટાંકીને સરકારને ઘેરી છે. પ્રિયંકાએ કહ્યું કે સરકારે એકતરફ આર્થિક પેકેજ અને રોજગારી સર્જનની જાહેરાતો કરી રહી છે ત્યારે બીજીતરફ ફેક્ટરીઓ બંધ થઈ રહી છે અને લોકો બેરોજગાર બની રહ્યા છે તે હકીકત છે.

- Advertisement -

એટલાસ સાયકલની ગાઝિયાબાદ સ્થિત ફેક્ટરી બંધ થઈ

ગઈકાલે વિશ્વ સાયકલ દિવસ પર એટલાસ સાયકલની ગાઝિયાબાદ સ્થિત ફેક્ટરી બંધ થઈ ગઈ.  આ ફેક્ટરીમાં કામ કરતા એક હજારથી વધુ લોકો બેકાર બની ગયા છે, તેમ પ્રિયંકાએ ટ્વિટર પર જણાવ્યું હતું.

લોકોને રોજગારથી હાથ ધોવા પડી રહ્યા છે

કોંગ્રેસના મહાસચિવ ટ્વીટ કરીને જણાવ્યુ કે, અમે સરકારની પ્રસિદ્ધી જાહેરાતોમાં સાંભળ્યું છએ કે આટલા મોટા પેકેજથી, આટલા એમઓયુ સાઈન કરવાથી, નોંધપાત્ર રોજગારીનુ સર્જન થયું છે. પરંતુ વાસ્તવમાં લોકોને રોજગારથી હાથ ધોવા પડી રહ્યા છે, ફેક્ટરીઓ બંધ થઈ રહી છે.

લોકોની રોજગારીને બચાવવા માટે સરકારે પોતાની નીતિઓ અને યોજનાઓ વિષે સ્પષ્ટતા કરવી પડશે તેમ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  દેશના ઘણા વિસ્તારોમાં કોરોના ચેપ ત્રીજા તબક્કામાં પહોંચ્યું, મૃત્યુની સંખ્યા 109 થઈ