એક દિવસ પહેલા નાગિન-5ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને આ સીરિયલની નવી સીઝનમાં મુખ્ય ભૂમિકા માટે દીપિકા કક્કડનો સંપર્ક કરવાની વાત સામે આવી છે. જો કે, સીરિયલના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલીફિલ્મ્સ અથવા શોના નિર્માતા એકતા કપૂરે સત્તાવર આ સંબંધમાં કોઈ પુષ્ટી કરી નથી. ફોટાને પહેલી વખત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો ત્યારબાદ આ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

- Advertisement -

તમને જણાવી દઇએ કે, આ તસવીરના વાયરલ થતા જ ટીવી એક્ટ્રેસ હિના ખાનના ચાહક એક્ટિવ થયા છે અને નાગિન-5માં મુખ્ય ભૂમિકા માટે હિના ખાનને લીડ રોલના સમર્થનમાં એક અભિયાન ચલાવી રહ્યાં છે. ચાહકોએ નાગિન-5ના નિર્માતાઓથી અનુરોધ કર્યો છે કે, તેઓ નવી સીઝનમાં લીડ રોલ હિના ખાનને આપે.

એક યૂઝરે કોમેન્ટ કરી, માત્ર હિના ખાન જ નાગિનના રૂપમાં આ શોને બીજા લેવલ પર લઈ જઈ શકે છે. એક અન્યએ લખ્યું કે, હિના ખાન બેસ્ટ લીડ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દીપિકાનો એકતા કપૂરની નાગિન-5 માટે સંપર્ક કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, એકતા કપુરે થોડા સમય પહેલા જ તેના ઈન્સ્ટાગ્રામ પર આ વાત શેર કરી હતી કે, નાગિન-4 પૂર્ણ થવા આવી છે અને તેના શાનદાર 4 એપિસોડનું ફિનાલે થશે. સાથે જ સુપરનેચરલ થ્રિલર નિર્માતાએ એવું પણ કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં નાગિન-5 શરૂ કરશે. મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે, એકતા કપૂર લાંબા સમયથી દીપિકા સાથે કામ કરવા માટે ઉત્સુક હતી. હવે તે જોવાનું બાકી રહ્યું કે, બિગ બોસ-12ની વિજેતા દીપિકા આ સીરિયલ માચે હા કરે છે કે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  પટના SPને બળજબરી ક્વૉરન્ટીન કરવા પર કંગના રનૌત ભડકી, પૂછ્યું- આ શું ગુંડા રાજ છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here