જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને લેખક બાસુ ચેટર્જીનું 90 વર્ષની વયે મુંબઈના સાંતાક્રૂઝ સ્થિત તેમના ઘરમાં આજે નિધન થઈ ગયું છે. બાસુ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને તેમને પહેલાથી જ ડિયબીટીઝ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હતી. 

અશોક પંડિતે મીડિયાને બાસુ ચેટર્જીના નિધનની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ઉંમર સંબંધિત બીમારીઓને કારણે બાસુ દાનું નિધન થઈ ગયું છે અને આજે બપોરે  2 વાગ્યે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

આઈફાએ તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કર્યા

બાસુ ચેટર્જીએ ચિતચોર, રજની, બાતો બાતો મેં, છોટી સી બાત, ખટ્ટા-મીઠા, પિયા કા ઘર, ચક્રવ્યૂબ, શૌકીન, જીના યાં, પ્રિયતમા, સ્વામી જેવી ફિલ્મનો ડિરેક્ટ કરી છે. ફિલ્મોમાં તેમના યોગદાન માટે 7 વખત ફિલ્મ ફેર એવોર્ડ અને દુર્ગા માટે 1992માં નેશનલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત 2007માં આઈફાએ તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  ગુજરાત હવે કોરોના મુદ્દે સરેરાશ 600ની નજીક, આજે નવા 580 કેસ